War: રશિયાએ પોતના સૈનિકો પર લગાવ્યો બેદરકારીનો આરોપ, યુદ્ધમાં માર્યા ગયા 89 રશિયન સૈનિકો
રશિયન રક્ષા મંત્રાલયે કહ્યું કે, યૂક્રેનના કબજા વાળા ડૉનેત્સ્ક વિસ્તારમાં નવા વર્ષના દિવસે એક મિસાઇલ હુમલો થયો,
![War: રશિયાએ પોતના સૈનિકો પર લગાવ્યો બેદરકારીનો આરોપ, યુદ્ધમાં માર્યા ગયા 89 રશિયન સૈનિકો Russia Ukraine War: russia blames own soldiers after 89 soldiers killed ukraine attack War: રશિયાએ પોતના સૈનિકો પર લગાવ્યો બેદરકારીનો આરોપ, યુદ્ધમાં માર્યા ગયા 89 રશિયન સૈનિકો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/04/662b0ac42c8cbda96acd34d17fb9dbaa1672809309381330_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Russia Defence Ministry: રશિયાએ પોતાના જ સૈનિકો ઉપર સંગીન આરોપ લગાવ્યો છે, રશિયાના રક્ષા મંત્રાલય તરફથી યૂક્રેનના હવાઇ હુમલામાં રશિયાના માર્યા ગયેલા 89 સૈનિકોના મોતના જવાબદાર રશિયન સૈનિકોને જ ગણાવ્યા છે. ખરેખરમાં, રશિયાના રક્ષા મંત્રાલયે બુધવારે પોતાના સૈનિકો દ્વારા યૂક્રેનની મિસાઇલ હુમલા માટે મોબાઇલ ફોનના ગેરકાયદે ઉપયોગનો જવાબદાર ગણાવ્યા હતા.
યૂક્રેને 400 રશિયન સૈનિકોના ઠાર માર્યાનો દાવો કર્યો -
રશિયન રક્ષા મંત્રાલયે કહ્યું કે, યૂક્રેનના કબજા વાળા ડૉનેત્સ્ક વિસ્તારમાં નવા વર્ષના દિવસે એક મિસાઇલ હુમલો થયો, જેમાં કમ સે કમ 89 સૈનિકોના મોત થઇ ગયા, કેમ કે અમારા સૈનિકો પોતાના મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યાં હતા, જેનાથી યૂક્રેનની સેનાએ પોતાના લક્ષ્યની ભાળ મેળવી લીધી.
સોમવારે યૂક્રેને રશિયાના ડૉનેત્સક વિસ્તારમાં મોટો હુમલો કર્યો હતો. યૂક્રેને દાવો કર્યો હતો કે, ડૉનેત્સકના મકીઇવકામાં કરવામાં આવેલા હુમલામાં કથિત રીતે 400થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે. ડૉનેત્સક યૂક્રેનમાં આવે છે, પરંતુ આ વિસ્તાર પર હાલ રશિયાનો કબજો છે.
યુક્રેન પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે રશિયા
Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 11 મહિના પૂરા થવાના છે પરંતુ હજુ પણ યુદ્ધ સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાતા નથી. સમયની સાથે રશિયા યુક્રેન પર સતત તેના હુમલાઓ કરી રહ્યું છે. વિજય માટે તલપાપડ, રશિયા હવે મિસાઇલો અને અન્ય આધુનિક શસ્ત્રોથી યુક્રેન પર હુમલો કરી રહ્યું છે. આ ક્રમમાં રશિયાએ એટલાન્ટિક સમુદ્રમાં નવી પેઢીની હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલોથી સજ્જ યુદ્ધ જહાજ તૈનાત કર્યું છે. આ પગલાથી એવું લાગે છે કે રશિયા પીછેહઠ કરશે નહીં અને તે ઓલઆઉટ લડાઈના મૂડમાં છે. આ ક્રમમાં, રશિયાએ એટલાન્ટિક સમુદ્રમાં નવી પેઢીની હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલોથી સજ્જ યુદ્ધ જહાજ તૈનાત કર્યું છે. આ પગલાથી, એવું લાગે છે કે રશિયા પીછેહઠ કરશે નહીં અને તે ઓલઆઉટ લડાઈના મૂડમાં છે.
પુતિને આ હથિયારોની તૈનાતી વિશે માહિતી આપી હતી
અત્યારે હાઈપરસોનિક મિસાઈલ માત્ર રશિયા, ચીન અને અમેરિકા પાસે છે. આ હથિયારોની તૈનાતી પહેલા, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયન સંરક્ષણ પ્રધાનો સર્ગેઈ શોઇગુ અને ઇગોર ક્રોખમલ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી હતી. આ દરમિયાન તેમણે તેની વિગતવાર ચર્ચા કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પુતિને બેઠકમાં કહ્યું, "આ વખતે જહાજ નવીનતમ હાઇપરસોનિક મિસાઇલ સિસ્ટમ 'ઝિર્કોન'થી સજ્જ છે. મને ખાતરી છે કે આવા શક્તિશાળી શસ્ત્રો રશિયાને સંભવિત બાહ્ય જોખમોથી નિશ્ચિતપણે સુરક્ષિત કરશે. આ શસ્ત્રોનું વિશ્વના કોઈપણ દેશમાં કોઈ અનુરૂપ નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)