શોધખોળ કરો
Advertisement
કોરોના સામેના જંગમાં જીતની આશાઃ ઓક્સફોર્ડ યૂનિવર્સિટીને મળી મોટી સફળતા, કોરોના રસીના સફળ પરિક્ષણનો દાવો
ભારતમાં પણ ઓછામાં ઓછી સાત કંપનીઓ રસી બનાવી રહી છે.
નવી દિલ્હીઃ કોરોના વાઈરસ વિરુદ્ધની લડાઈમાં બ્રિટનથી સારા સમાચાર મળ્યા છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સિનની માનવીઓ પર પહેલા અને બીજા તબક્કામાં સફળ રહી હતી. મેડિકલ જર્નલ લેન્સેટમાં સોમવારે પ્રકાશિત પરિણામો અનુસાર ટ્રાયલમાં વેક્સિન સુરક્ષિત મળી હતી. માનવી પર કોઇ ઘાતક આડઅસર જોવા મળી ન હતી. વેક્સિને ન ફક્ત કોરોના નિષ્ક્રિય કરનારા એન્ટિબોડીઝનું સ્તર વધાર્યુ પણ વાઈરસ સામે લડનારા ઈમ્યુન ટી-સેલ્સ પણ વધાર્યા હતા. આ પરિણામ કોરોના વિરુદ્ધની લડાઈમાં માનવીની જીતની આશા બંધાવે છે.
જોકે વિજ્ઞાનીઓએ કહ્યું કે આ વેક્સિન કોરોના વિરુદ્ધ પ્રભાવી રીતે સુરક્ષા કરે છે કે નહીં તેની પુષ્ટી માટે ત્રીજા તબક્કાની ટ્રાયલ જરૂરી છે. ઓક્સફોર્ડના પ્રો. સરાહ ગિલ્બર્ટે કહ્યું કે વેક્સિન કોરોના મહામારીને રોકવામાં કારગત છે કે નહીં તેના વિશે કંઈ કહેતા પહેલાં આપણે ઘણું કામ કરવાનું બાકી છે. હાલ તો એમ કહી શકાય કે આ પરિણામ આશા જગાવે છે. વેક્સિનની ટ્રાયલનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. આ દરમિયાન એકલા અમેરિકામાં આશરે 30 હજાર લોકો પર તેની ટ્રાયલ કરાશે. ઓક્સફોર્ડે આ વેક્સિન એસ્ટ્રાજેનેકા ફર્મ સાથે મળીને તૈયાર કરી છે. એસ્ટ્રાજેનેકાએ ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ સાથે દવા ઉત્પાદનનો કરાર કર્યો હતો.
ભારતમાં પણ 7 કંપનીઓ બનાવી રહી છે રસી
ભારતમાં પણ ઓછામાં ઓછી સાત કંપનીઓ રસી બનાવી રહી છે. ઘરેલું ફાર્મા કંપનીઓની વાત કરીએ તો ભારતમાં બાયોટેક, સીરમ ઇન્સ્ટિટ્યૂટ, ઝાયડસ કેડિલા, પેનાસીઆ બાયોટેક, ભારતીય ઇમ્યુનોલોજિકસ, માયન્વેક્સ અને બાયોલોજિકલ ઇ. (જૈવિક ઇ) કોવિડ -19 ની રસી તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી છે.
અમેરિકા પણ કરી ચુક્યુ છે અખતરા
અગાઉ, અમેરિકન કંપની મોડર્ના કોરોનાવાયરસ વેક્સીન તેની પ્રથમ અજમાયશમાં સંપૂર્ણ રીતે સફળ રહી હતી. ન્યુ ઇંગ્લેંડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે 45 સ્વસ્થ લોકો પર આ રસીની પ્રથમ પરીક્ષાનું ખૂબ સારા પરિણામ આવ્યા છે. આ રસીએ પ્રત્યેક વ્યક્તિમાં કોરોનાથી કાટ માટે એન્ટિબોડીઝ વિકસિત કરી હતી. આ પ્રથમ પરીક્ષણમાં 45 લોકો શામેલ હતા જે સ્વસ્થ હતા અને તેમની ઉંમર 18 થી 55 વર્ષની વચ્ચે હતી.
એન્ટિબોડી અને ટી-સેલ્સ શું કરે છે?
કોરોના વિરુદ્ધની લડાઈમાં અત્યાર સુધી એન્ટિબોડી સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. તે આપણી ઈમ્યુન ડિફેન્સનો હિસ્સો છે. એન્ટિબોડી ઈમ્યુન સિસ્ટમથી બનેલા નાના-નાના પ્રોટીન છે જે વાઈરસની સપાટી પર ચોંટી તેને નિષ્ક્રિય કરે છે. એન્ટિબોડી ચેપ ફેલાતા રોકે છે.
ટી-સેલ્સ વ્હાઈટ બ્લડ સેલ્સનો એક પ્રકાર છે. તે ઈમ્યુન સિસ્ટમને કોઓર્ડિનેટ કરવામાં મદદ કરે છે. તે શરીરની ચેપગ્રસ્ત કોશિકાઓને શોધી નષ્ટ કરે છે. લગભગ તમામ પ્રભાવી વેક્સિન એન્ટિબોડી અને ટી-સેલ રિસ્પોન્સ પેદા કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion