મુંબઇઃ ફિલ્મ દોસ્તાના 2થી કાર્તિક આર્યન બહાર થઇ ગયો છે. આવામાં લોકો કરમ જોહર પર એકવાર ફરીથી પરિવારવાદને લઇને નિશાન સાધી રહ્યાં છે. લોકોનુ કહેવુ છે કે કાર્તિક કોઇ મોટા સ્ટાર્સનો દીકરો નથી, એટલા માટે તેને ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. પરંતુ કાર્તિક આર્યન ઉપરાંત અન્ય કેટલાય સ્ટાર્સ પણ અધવચ્ચેથી શૂટિંગ છોડી ચૂક્યા છે.
2/6
આલિયા ભટ્ટને ફિલ્મ રાબ્તા માટે પસંદ કરવામાં આવી હતી, પરંતુ ડેટ ઇશ્યૂના કારણે તેને ફિલ્મમાંથી ઇનકાર કરી દીધો હતો. બાદમાં આલિયાના બદલે કૃતિ સેને લેવામાં આવી હતી.
3/6
એક્ટ્રેસ કરિના કપૂર ખાને પણ ફિલ્મ કહોના પ્યાર હૈના શૂટિંગને વચ્ચે જ છોડી દીધુ હતુ. બાદમાં ફિલ્મમાં અમિષા પટેલને કાસ્ટ કરવામાં આવી હતી.
4/6
સાયના નેહવાલની બાયૉપિક માટે શ્રદ્ધા કપૂરને પસંદ કરવામાં આવી હતી, પરંતુ તે બિમાર પડવાના કારણે તેને ફિલ્મ છોડી દીધી હતી. ત્યારબાદ આ ફિલ્મ માટે પરીણિતી ચોપડાને કાસ્ટ કરવામાં આવી હતી.
5/6
ફિલ્મ ચલતે ચલતેમાં પહેલા એશ્વર્યા રાયને આવવાનુ હતુ, ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાન ખાને સેટ પર હંગામો કરી દીધો હતો. ત્યારબાદ એશ્વર્યાને આ ફિલ્મ છોડવી પડી હતી.
6/6
સુશાંત સિંહ રાજપૂતને પહેલા ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડ ઓફર થઇ હતી, પરંતુ તેને રાબ્તાના શૂટિંગના કારણે આના માટે ના પાડી દીધી હતી. આ પછી તેમાં અર્જૂન કપૂરને પસંદ કરવામાં આવ્યો હતો.