શોધખોળ કરો
Kajol થી લઈને Katrina Kaif સુધી, ઘણી ફિલ્મોમાં વિલનના રોલ કરી ચુકી છે આ હસીનાઓ
Bollywood Actresses In Villain Role: બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેઓ પડદા પર ન માત્ર હિરોઈનની ભૂમિકા ભજવે છે, પરંતુ તેઓ વિલનની ભૂમિકામાં પણ જોવા મળી છે.

ફાઈલ ફોટો
1/8

બોલિવૂડ અભિનેત્રીઓ ફિલ્મોમાં હીરોની ગર્લફ્રેન્ડ બનીને ઘણી ચર્ચામાં રહે છે. જો કે ઘણા એવા નામ છે જેમણે ખતરનાક વિલનની ભૂમિકા પણ ભજવી છે. ચાલો આજે તમને બોલીવુડની આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવીએ.
2/8

બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક તબ્બુ પણ પડદા પર નેગેટિવ રોલમાં જોવા મળી છે. તેણે 'અંધાધુન', 'મકબુલ' અને 'હૈદર' ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી હતી.
3/8

બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક કાજોલે 1997માં આવેલી ફિલ્મ 'ગુપ્ત'માં સીરિયલ કિલરનો રોલ કર્યો હતો.
4/8

આ યાદીમાં આગળનું નામ પ્રિયંકા ચોપરાનું છે. તે વર્ષ 2004માં અક્ષય કુમારની ફિલ્મ 'ઐતરાઝ'માં નેગેટિવ રોલમાં જોવા મળી હતી.
5/8

કરીના કપૂર પણ લેડી વિલનની ભૂમિકામાં સ્ક્રીન પર જોવા મળી છે. તે ફિલ્મ 'ફિદા' અને એજન્ટ 'વિનોદ'માં નેગેટિવ રોલમાં જોવા મળી હતી.
6/8

આ લિસ્ટમાં બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ પણ સામેલ છે, જેણે ફિલ્મ 'જિસ્મ'માં નેગેટિવ રોલ કરીને ઘણી હેડલાઈન્સ બનાવી હતી.
7/8

આગળનું નામ પ્રીતિ ઝિન્ટાનું છે. વર્ષ 2003માં આવેલી ફિલ્મ 'અરમાન'માં તેણે ઘમંડી મહિલાની ભૂમિકા ભજવી હતી.
8/8

ત્યારપછીનું નામ કેટરિના કૈફનું છે, જેણે 2008માં આવેલી ફિલ્મ 'રેસ'માં વિલન બનીને ઘણી ચર્ચા જગાવી હતી.
Published at : 19 Sep 2022 07:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
