શોધખોળ કરો
Stars Career Before Acting: બોલીવુડ પર રાજ કરતા આ સ્ટાર્સ પહેલાં કરતાં હતા 9 થી 5ની નોકરી
બોલિવૂડમાં આવવાનું દરેકનું સપનું હોય છે. બીજી તરફ, જો તમારી પાસે અભિનયની આવડત છે અને જો તમારો નસીબદાર સિક્કો ચમકે છે, તો તમને આ દુનિયામાં તમારી ઓળખ બનાવવામાં કોઈ રોકી શકશે નહીં.

ફાઈલ ફોટો
1/8

બોલિવૂડમાં આવવાનું દરેકનું સપનું હોય છે. બીજી તરફ, જો તમારી પાસે અભિનયની આવડત છે અને જો તમારો નસીબદાર સિક્કો ચમકે છે, તો તમને આ દુનિયામાં તમારી ઓળખ બનાવવામાં કોઈ રોકી શકશે નહીં. આજે એવા ઘણા સિતારા છે જેમની કિસ્મત સ્ટાર ઈન્ડસ્ટ્રીમાં ચમકી રહી છે. જો કે, તેમણે અહીં આવવા માટે લાંબી મંજીલ કાપી છે અને નોકરી પણ કરી છે.
2/8

ફિલ્મોમાં આવતાં પહેલાં તાપસી પન્નુ સોફ્ટવેર એન્જિનિયર હતી અને તે ઘણી કંપનીઓમાં પણ કામ કરી ચૂકી છે.
3/8

આયુષ્માન ખુરાના તેની એક્ટિંગ અને ગીતો માટે આજે ખુબ ફેમસ છે. જો કે, આ સ્ટારડમ પહેલાં તે ફેમસ રેડિયો જોકી રહી ચુક્યો છે. આ સાથે-સાથે તે MTV India પર વીડિયો જોકી તરીકે પણ કામ કરતો હતો.
4/8

બોલીવુડ સુપર સ્ટાર રણવીર સિંહ હાલ તેની એક્ટિંગથી દરેક ફિલ્મોમાં તેની છાપ છોડે છે. પણ ફિલ્મોમાં નસીબ અજમાવતા પહેલા, રણવીર સિંહ એક એડ એજન્સીમાં કોપીરાઈટર તરીકે કામ કરતો હતો.
5/8

વિકી કૌશલે ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. કેમ્પસ પ્લેસમેન્ટમાં તેની પસંદગી થઈ હતી અને નોકરીની ઓફર કરવામાં આવી હતી. જોકે તેનું સપનું એક્ટર બનવાનું હતું. હાલ વિકી કૌશલ તેની મહેનતના દમથી બોલીવુડ પર રાજ કરે છે.
6/8

પટૌડી પરિવારની લાડકી અને બોલિવુડ અભિનેત્રી સોહા અલી ખાને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી માસ્ટર ડિગ્રી લીધી છે. ફિલ્મોમાં આવતા પહેલા તે બેંકમાં કામ નોકરી કરતી હતી.
7/8

દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા કોસ્ચ્યુમ ડિઝાઈનર હતી. અહેવાલો અનુસાર, તેણે સલમાન ખાનના કહેવા પર તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.
8/8

પરિણીતી ચોપરાએ થોડો સમય PR ટીમ સાથે કામ કર્યું હતું પરંતુ પછી જ્યારે તેને 'લેડીઝ વર્સીસ રિકી બહલ' ફિલ્મમાં અભિનય કરવાનો મોકો મળ્યો તો તેણે આ તક પોતાના હાથથી જવા ન દીધી.
Published at : 05 Sep 2022 10:59 PM (IST)
આગળ જુઓ
Advertisement