શોધખોળ કરો
Radhe Box Office Collection Day 1: સલમાન ખાનની ‘રાધે’ની શાનદાર કમાણી, ઑસ્ટ્રેલિયા-ન્યૂઝિલેન્ડમાં કેટલી કરી કમાણી ? જાણો

RADHE_4
1/6

દેશમાં કોરોના મહામારીના કારણે દેશના અનેક રાજ્યોમાં કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. એવામાં સિનેમાઘરો પણ બંધ છે. થિયેટર બંધ હોવાના કારણે બોલિવૂડ પ્રોજેક્ટ્સ અધ વચ્ચેજ લટકી ગયા છે. આ કપરા સમયમાં સલમાન ખાનની ફિલ્મ રાધે થિયેટર અને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. ત્યારે હવે તેના ફર્સ્ટ ડે બોક્સ ઓફિસ કમાણીના આંકડા સામે આવ્યા છે.
2/6

રાધે (Radhe) ભારત ઉપરાંત વિદેશોમાં પણ સારી એવી કમાણી કરી રહી છે. રિલીઝના બીજા દિવસે આ ફિલ્મે શાનદાર કમાણી કરી છે. બોલીવુડના હંગામા અનુસાર, રાધે: યોર મોસ્ટ વોન્ટેડની કમાણી ઓસ્ટ્રેલિયામાં લગભગ 53.93 લાખની થઈ હતી અને ન્યુઝીલેન્ડમાં આ ફિલ્મે 9.97 લાખની કમાણી કરી હતી.
3/6

ઓસ્ટ્રેલિયામાં આ ફિલ્મ 69 સ્ક્રીનો પર રિલીઝ થઈ હતી અને ન્યુઝીલેન્ડમાં આ ફિલ્મ 26 સ્ક્રીનો પર રિલીઝ થઈ હતી.
4/6

એવામાં જો આ બંને દેશોની કમાણી મળીને કુલ 64.9 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સિવાય પ્રથમ દિવસે આ ફિલ્મે ઓસ્ટ્રેલિયામાં 35.77 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને ન્યુઝીલેન્ડમાં 6.05 લાખ રૂપિયાની કમાણી કરી હતી. આ પ્રમાણે કુલ આવક 41.67 લાખ રૂપિયા છે.
5/6

પ્રથમ દિવસે રાધેને ઓસ્ટ્રેલિયામાં 66 અને ન્યુઝીલેન્ડમાં 20 સ્ક્રીનો પર રજૂ કરાઈ હતી. જ્યારે બીજા દિવસે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં પણ કેટલીક વધુ સ્ક્રીન પર રજૂ કરવામાં આવી હતી, ત્યારબાદ આ બંને દેશોમાં સ્ક્રીનની સંખ્યામાં વધારો થયો હતો.
6/6

કોરોના મહામારીના કારણે આ ફિલ્મને ઓનલાઈન પે-પર-વ્યુ-મોડેલમાં રિલીઝ કરવામાં આવી હતી. રાધેને પહેલા દિવસે ડિજિટલ પ્લેટફોર્મ પર 4.2 મિલિયન લોકોને જોઈ હતી, જે એક રેકોર્ડ છે.
Published at : 15 May 2021 09:48 PM (IST)
આગળ જુઓ
Advertisement