શોધખોળ કરો
મહાકુંભમાં લીધી દીક્ષા, એક્ટિંગ છોડી સાધ્વી બની 30 વર્ષની આ એક્ટ્રેસ
30 વર્ષીય બોલિવૂડ અભિનેત્રી ઇશિકા તનેજાએ મહાકુંભ દરમિયાન અભિનય છોડવાનો નિર્ણય જાહેર કરીને આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યો છે. હવે તેણીએ સનાતન ધર્મ અપનાવ્યો છે અને તે ભગવાનના માર્ગ પર ચાલશે.

Ishika Taneja
1/9

30 વર્ષીય બોલિવૂડ અભિનેત્રી ઇશિકા તનેજાએ મહાકુંભ દરમિયાન અભિનય છોડવાનો નિર્ણય જાહેર કરીને આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યો છે. તેણીએ કહ્યું કે હવે તેણીએ સનાતન ધર્મ અપનાવ્યો છે અને તે ભગવાનના માર્ગ પર ચાલશે. અભિનેત્રી અને ભૂતપૂર્વ બ્યુટી ક્વીન ઇશિકા તનેજા 2017માં આવેલી ફિલ્મ ઇન્દુ સરકારમાં જોવા મળી હતી. હાલમાં તે સાધ્વી બનવાના નિર્ણયની જાહેરાત કર્યા પછી સમાચારમાં છે. ઇશિકાએ આધ્યાત્મિકતા અને સનાતન ધર્મના પ્રચાર માટે પોતાને સમર્પિત કરવા માટે ગ્લેમર ઉદ્યોગને અલવિદા કહ્યું છે.
2/9

કેટલીક ફિલ્મો અને ઘણા મ્યૂઝિક વીડિયોમાં કામ કરી ચૂકેલી ઇશિકા તનેજાએ શોબિઝ છોડીને 'સાધ્વી' બનીને આધ્યાત્મિક માર્ગ અપનાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. તે 29 જાન્યુઆરીના રોજ મૌની અમાવસ્યાના પ્રસંગે મહાકુંભ મેળામાં ગઈ હતી અને ત્યાં પવિત્ર સ્નાન કર્યા પછી તેણે જાહેર કર્યું કે તે આધ્યાત્મિકતાના માર્ગ પર ચાલશે. સ્નાન કર્યા પછી તેણીએ સનાતન ધર્મનો પ્રચાર કરવાની પ્રતિજ્ઞા લીધી અને તમામ યુવતીઓને આગળ આવવા અને સનાતનના માર્ગ પર ચાલવા અપીલ કરી હતી.
3/9

ઇશિકા તનેજાએ 2018માં મિસ વર્લ્ડ ટુરિઝમનો ખિતાબ જીત્યો હતો. 2016માં તેમને તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા 100 મહિલા અચીવર્સ કેટેગરીમાં રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો.
4/9

2017માં ઇશિતાએ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર દ્વારા નિર્દેશિત ફિલ્મ ઇન્દુ સરકારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બાદમાં તેમણે વિક્રમ ભટ્ટની સીરિઝ "હદ" માં પણ કામ કર્યું હતું.
5/9

જાન્યુઆરીની શરૂઆતમાં ઇશિકાએ મધ્યપ્રદેશના જબલપુરમાં શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી જી મહારાજના માર્ગદર્શન હેઠળ ગુરુ દીક્ષા લીધી હતી.
6/9

અન્ય મહિલાઓને સનાતન જીવન અપનાવવા માટે પ્રોત્સાહિત કરતી વખતે ઇશિકાએ કહ્યું કે સ્ત્રીઓ ટૂંકા કપડાં પહેરીને ડાન્સ કરવા માટે નથી પરંતુ સનાતનની સેવા કરવા માટે છે.
7/9

તેણીએ એવા દાવાઓને પણ નકારી કાઢ્યા કે સાધ્વી બનવું એ એક પબ્લિસિટી સ્ટંટ હતો.
8/9

તેણીએ એમ પણ કહ્યું કે તે ક્યારેય તેના 'જૂના જીવનમાં' પાછી નહીં ફરે.
9/9

તેણીએ કહ્યું, "જો મને તક મળશે તો હું ફિલ્મો બનાવીશ, પરંતુ તેમાં પણ હું સનાતન ધર્મનો પ્રચાર કરીશ."
Published at : 07 Feb 2025 01:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
