બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે લગ્ન પછી ફેમિલી પ્લાનિંગ ટાળ્યું છે. તો કેટલાક કપલે લગ્નના લાંબા સમય પછી માતા બનવાનું નક્કી કર્યું છે. આ સાથે કેટલીક અભિનેત્રીઓ એવી છે જે લગ્ન પહેલા પ્રેગ્નન્ટ હતી. આવી અભિનેત્રીઓ પર એક નજર કરીએ:
2/8
દિયા મિર્ઝાએ વર્ષ 2021માં વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. આ તેમના બીજા લગ્ન હતા. દિયા લગ્ન પહેલા ગર્ભવતી હતી. કારણ કે તેણે લગ્નના 4 મહિના પછી જ એક બાળકને જન્મ આપ્યો હતો.
3/8
નીના ગુપ્તા વિવિયન રિચર્ડ્સ સાથે રિલેશનશિપમાં હતી અને ગર્ભવતી બની હતી. તેણે એક પુત્રીને પણ જન્મ આપ્યો હતો પરંતુ લગ્ન કર્યા ન હતા.
4/8
ડીજે વાલે બાબુ મેરા ગાના બાજા દે ફેમ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા છે. નતાશા લગ્ન પહેલા જ પોતાની પ્રેગ્નન્સીના સમાચાર આપ્યા હતા.
5/8
અભિનેત્રી કલ્કી કોચલીન પણ લગ્ન પહેલા ગર્ભવતી હતી. તેણે તેના બોયફ્રેન્ડના બાળકને પણ જન્મ આપ્યો છે. જો કે કલ્કીએ હજુ સુધી તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા નથી.
6/8
સારિકાએ કમલ હાસન સાથે લગ્ન કર્યા હતા. હવે બંને અલગ થઈ ગયા છે. સારિકા લગ્ન પહેલા જ ગર્ભવતી હતી.
7/8
કોંકણા સેને જ્યારે રણવીર શૌરી સાથે લગ્ન કર્યા ત્યારે તે લગભગ ત્રણ મહિનાની ગર્ભવતી હતી. હવે બંનેના છૂટાછેડા થઈ ગયા છે.
8/8
નેહા ધૂપિયાએ અંગદ બેદી સાથે લગ્ન કર્યા છે.લગ્ન પહેલા નેહાએ પોતે ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું.