શોધખોળ કરો
OTT: ફેબ્રુઆરીમાં મળશે મનોરંજનનો ફૂલ ડૉઝ, થિએટરોમાં રિલીઝ થવા જઇ રહી છે બૉલીવુડની આ 6 ધાંસૂ ફિલ્મો
ફેબ્રુઆરી મહિનો સિનેમા પ્રેમીઓ માટે મનોરંજનથી ભરેલો રહેવાનો છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/8

OTT: 2024નો ફેબ્રુઆરી મહિનો હવે શરૂ થવાનો છે અને તેની સાથે જ ઘણી નવી ફિલ્મો પણ સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. ફેબ્રુઆરી મહિનો સિનેમા પ્રેમીઓ માટે મનોરંજનથી ભરેલો રહેવાનો છે.
2/8

શાહિદ કપૂર અને કૃતિ સેનનની મૉસ્ટ અવેટેડ ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસે ઉલ્ઝા જિયા'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ દ્વારા શાહિદ અને કૃતિની સિઝલિંગ કેમેસ્ટ્રી પહેલીવાર મોટા પડદા પર જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 9 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે.
3/8

યામી ગૌતમ સ્ટારર 'આર્ટિકલ 370' પણ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં આવવાની છે. તેની સ્ટૉરી કાશ્મીરમાં કલમ 370 લાગુ કરવા સાથે જોડાયેલી છે, જેમાં યામી ભારતીય ગુપ્તચર એજન્સીના અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 23 ફેબ્રુઆરીએ મોટા પડદા પર રિલીઝ થશે.
4/8

2010માં આવેલી ફિલ્મ 'લવ સેક્સ ઔર ધોકા'ની સિક્વલ 'લવ સેક્સ ઔર ધોકા-2' પણ ફેબ્રુઆરીમાં રિલીઝ થવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 16 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં આવશે.
5/8

ગુરુ રંધાવા સ્ટારર ફિલ્મ 'કુછ ખટ્ટા હો જાયે' 16 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ મલ્ટી સ્ટારર ફિલ્મમાં ગુરુ રંધાવા ઉપરાંત અનુપમ ખેર, સાઈ માંજરેકર, ઈલા અરુણ, અતુલ શ્રીવાસ્તવ, પરિતોષ ત્રિપાઠી અને પરેશ ગણાત્રા જેવા મહાન કલાકારો પણ જોવા મળશે.
6/8

બૉલીવૂડની નવી ફિલ્મ 'આખિર પલાયન કબ તક ?' 16 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રાજેશ શર્મા, ભૂષણ પટેલ, ગૌરવ શર્મા, ચિત્તરંજન ગિરી અને ધીરેન્દ્ર દ્વિવેદી જેવા કલાકારો જોવા મળશે.
7/8

'હદ્દી' બાદ હવે નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની નવી ફિલ્મ 'સેક્શન 108' દ્વારા મોટા પડદા પર ધૂમ મચાવવા માટે તૈયાર છે.
8/8

આ ફિલ્મ સેક્શન 108 ઈન્સ્યોરન્સ સ્કેમ પર આધારિત છે, જેમાં નવાઝુદ્દીન ઈન્સ્યોરન્સ એજન્ટની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ 2 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં આવશે.
Published at : 30 Jan 2024 01:48 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
બોલિવૂડ
આરોગ્ય
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
