શોધખોળ કરો
OTT Film: 2024માં 6 ક્રાઇમ થ્રિલર ફિલ્મ-સીરીઝના ફેન્સને છે ઇન્તજાર, જાણો કયા OTT પર મારશે એન્ટ્રી
શાહિદ કપૂરની ક્રાઈમ થ્રિલર 'ફર્ઝી' વર્ષ 2023ની બેસ્ટ સીરીઝમાંથી એક હતી. શાહિદ કપૂરે આ સીરીઝથી ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7

OTT Platform Film 2024: વર્ષ 2024 ધમાકેદાર શરૂઆત થઈ છે. આવી સ્થિતિમાં ઘણી ક્રાઇમ થ્રિલર ફિલ્મો અને વેબ સીરીઝ OTT પર રિલીઝ થવા માટે તૈયાર છે, જેની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે. ચાહકોને 2024માં આ 6 ક્રાઈમ થ્રિલર ફિલ્મ-સીરીઝનો ઇન્તજાર છે, જાણો કયા OTT પર કરશે એન્ટ્રી....
2/7

શાહિદ કપૂરની ક્રાઈમ થ્રિલર 'ફર્ઝી' વર્ષ 2023ની બેસ્ટ સીરીઝમાંથી એક હતી. શાહિદ કપૂરે આ સીરીઝથી ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું. આ સુપરહિટ સીરીઝનો આગળનો ભાગ આ વર્ષે આવી શકે છે.
3/7

વર્ષ 2020માં રિલીઝ થયેલી એમેઝૉન પ્રાઇમ વીડિયોની વેબ સીરીઝ પાતાલલોકને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. હવે જયદીપ અહલાવતની ક્રાઈમ થ્રિલર વેબ સીરીઝની બીજી સીઝન ટૂંક સમયમાં આવવાની છે.
4/7

સુષ્મિતા સેન સ્ટારર વેબ સીરીઝ 'આર્યા'ની ત્રીજી સીઝનની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં જ તેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં સુષ્મિતા પોતાના દુશ્મનો સાથે તલવાર સાથે લડતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રીની આ બહુપ્રતિક્ષિત શ્રેણી ડિઝની પ્લસ હોટસ્ટાર પર 9 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે.
5/7

મનોજ બાજપેયી ફરી એકવાર શ્રીકાંત તિવારી તરીકે ચાહકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. બે સફળ સિઝન પછી, ફેમિલી મેનનો ત્રીજો ભાગ ટૂંક સમયમાં પ્રાઇમ વીડિયો પર આવવા જઈ રહ્યો છે.
6/7

OTTના સૌથી લોકપ્રિય ક્રાઈમ ડ્રામા મિર્ઝાપુરની ત્રીજી સીઝન પણ આ વર્ષે રિલીઝ થઈ શકે છે.
7/7

દિલ્હીના નિર્ભયા કેસ પર આધારિત શેફાલી શાહની વેબ સિરીઝ 'દિલ્હી ક્રાઈમ'ને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. તેનો બીજો ભાગ ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર આવવાનો છે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Published at : 17 Jan 2024 01:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગેજેટ
ક્રિકેટ
દેશ
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
