શોધખોળ કરો
Ponniyin Selvan 2ના પ્રમોશન માટે મુંબઇ પહોંચી ફિલ્મની સ્ટાર કાસ્ટ
પીરિયડ ડ્રામા ફિલ્મ 'પોન્નિયિન સેલવાન 2' ટૂંક સમયમાં રીલિઝ થવા જઈ રહી છે. PS2 ની રિલીઝ પહેલા ફિલ્મની સ્ટાર કાસ્ટ પ્રમોશન માટે મુંબઈમાં જોવા મળી હતી.

Ponniyin Selvan 2
1/10

પીરિયડ ડ્રામા ફિલ્મ 'પોન્નિયિન સેલવાન 2' ટૂંક સમયમાં રીલિઝ થવા જઈ રહી છે. PS2 ની રિલીઝ પહેલા ફિલ્મની સ્ટાર કાસ્ટ પ્રમોશન માટે મુંબઈમાં જોવા મળી હતી.
2/10

Ponniyin Selvan 2 ની ટીમ 28મી એપ્રિલે ફિલ્મ રીલિઝ થાય તે પહેલાં ફિલ્મનો જોરદાર પ્રચાર કરી રહી છે. આ એપિસોડમાં ટીમ ઉત્તરમાં પોતાની ફિલ્મના પ્રમોશન માટે મુંબઈ પહોંચી છે. અગાઉ ફિલ્મની સ્ટાર કાસ્ટે દિલ્હી, કોચ્ચી, ચેન્નઈ અને હૈદરાબાદની મુલાકાત લીધી હતી.
3/10

Ponniyin Selvan 2ની ટીમ, વિક્રમ, કાર્થી, જયમ રવિ, ઐશ્વર્યા લક્ષ્મી અને સોભિતા ધુલીપાલા મુંબઈ એરપોર્ટ પર એકસાથે ક્લિક થયા હતા.
4/10

સ્ટાર કાસ્ટ બ્લેક કસ્ટમાઈઝ્ડ ટી-શર્ટમાં જોવા મળી હતી. પીરિયડ ડ્રામામાં વિક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પોતાની ટીમ સાથે મુંબઈ પહોંચતા જ તેના લૂકે ધૂમ મચાવી હતી.
5/10

ફિલ્મમાં જયમ રવિ અને કાર્થી ફિલ્મમાં અરુમમોજહી વર્મન અને વંથિયાથેવમની ભૂમિકામાં છે. બંને મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
6/10

આ દરમિયાન જયમ રવિએ અડધું કાળું અને હાફ વ્હાઇટ જેકેટ પહેર્યું હતું. Ponniyin Selvan ક્વિન સોભિતા ધુલીપાલા અને ઐશ્વર્યા લક્ષ્મી પણ તેમની પીરિયડ ડ્રામા ફિલ્મના પ્રચાર માટે મુંબઈમાં હતા. જોકે ત્રિશા કૃષ્ણન અને ઐશ્વર્યા રાય બચ્ચન ગાયબ હતા.
7/10

Ponniyin Selvan 2 વિશે વાત કરીએ તો, તે મણિરત્નમ દ્વારા નિર્દેશિત પીરિયડ ડ્રામાનાં પ્રથમ ચેપ્ટરની સિક્વલ છે.
8/10

મેગ્નમ ઓપસ એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે, જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન, ચિયાન વિક્રમ, ત્રિશા કૃષ્ણન, શોભિતા ધુલીપાલા, ઐશ્વર્યા લક્ષ્મી, કાર્થી અને જયમ રવિનો સમાવેશ થાય છે.
9/10

Ponniyin Selvan 2 એલંગો કુમારવેલ અને મણિરત્નમે લખી છે. ફિલ્મનું સંગીત એઆર રહેમાને આપ્યું છે. તેને મણિરત્નમ અને અલીરાજા સુબાસ્કરન દ્વારા તેમના બેનર મદ્રાસ ટોકીઝ અને લાયકા પ્રોડક્શન્સ હેઠળ ફંડિંગ પુરુ પાડવામાં આવ્યું છે.
10/10

Ponniyin Selvan 2
Published at : 25 Apr 2023 03:44 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
જામનગર
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
