IND vs AUS: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોચ્યું ભારત, ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવ્યું
આજે ચેમ્પિયન્સ ટ્રૉફી સેમિફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આમનેસામને ટકરાશે. બંને ટીમો વચ્ચેની મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

Background
ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં
વિરાટ કોહલીની શાનદાર ઇનિંગના આધારે ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે ભારતે 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હારનો બદલો પણ લઇ લીધો છે. ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી છે. આ સતત ત્રીજી વખત છે જ્યારે ભારત મર્યાદિત ઓવરોના ફોર્મેટ ICC ટૂર્નામેન્ટની ટાઇટલ મેચમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે.
IND vs AUS Live Score: હાર્દિકે બે સિક્સર ફટકારી
ટીમ ઈન્ડિયાનો સ્કોર 47 ઓવરમાં 253 રન સુધી પહોંચી ગયો છે. હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ હાલ મેદાનમાં છે. બંને સારી બેટીંગ કરી રહ્યા છે. હાર્દિકે બે સિક્સર ફટકારી છે.
IND vs AUS Live Score: વિરાટ કોહલી સદી ચૂક્યો
ટીમ ઈન્ડિયાનો સ્કોર 43 ઓવરમાં 226 રન સુધી પહોંચી ગયો છે. વિરાટ કોહલી સદી ચૂકી ગયો છે. તે 84 રન બનાવી આઉટ થયો છે. ભારતને હવે જીતવા માટે 42 બોલમાં 39 રનની જરુર છે.
IND vs AUS Live Score: ભારતનો સ્કોર 200ને પાર
ટીમ ઈન્ડિયાનો સ્કોર 40 ઓવરમાં 200 રન સુધી પહોંચી ગયો છે. વિરાટ કોહલી 93 બોલમાં 80 રન બનાવીને રમતમાં છે. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા છે. કેએલ રાહુલ 15 બોલમાં 10 રન બનાવીને રમતમાં છે.
IND vs AUS Live Score: ભારતની ચોથી વિકેટ પડી
ટીમ ઈન્ડિયાની ચોથી વિકેટ 35મી ઓવરના છેલ્લા બોલ પર 178ના કુલ સ્કોર પર પડી હતી. અક્ષર પટેલ 30 બોલમાં 27 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. તેને નાથન એલિસે ક્લીન બોલ્ડ કર્યો હતો.