શોધખોળ કરો
'મારે કોઇ પુરુષની જરૂર નથી......', કહીને પોતાની જાત સાથે લગ્ન કરનારી એક્ટ્રેસે સેલિબ્રેટ કરી મેરેજ એનિવર્સરી
ટીવી એક્ટ્રેસ કનિષ્કા સોનીએ વર્ષ 2022માં ખુદ પોતાની જાત સાથે લગ્ન કરી લીધા હતા, ખુદની સાથે લગ્ન કર્યા હોવાની જાહેરાત કરીને એક્ટ્રેસે સનસનાટી મચાવી દીધી હતી.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Kanishka Soni First Marriage Anniversary: એક્ટ્રેસ કનિષ્કા સોની અત્યારે પોતાની ફર્સ્ટ મેરેજ એનિવર્સરીને શાનદાર રીતે એન્જૉય કરી રહી છે. ટીવી એક્ટ્રેસ કનિષ્કા સોનીએ વર્ષ 2022માં ખુદ પોતાની જાત સાથે લગ્ન કરી લીધા હતા, ખુદની સાથે લગ્ન કર્યા હોવાની જાહેરાત કરીને એક્ટ્રેસે સનસનાટી મચાવી દીધી હતી. તે દરમિયાન તેને કહ્યું હતુ કે, 'મારે કોઈ પુરુષની જરૂર નથી...'
2/6

કનિષ્કા સોની પહેલી અને એકમાત્ર ટીવી અભિનેત્રી છે જેને પોતાની જાત સાથે લગ્ન કર્યા છે. આમ કરીને અભિનેત્રી ખુબ ખુશ છે. 6 ઓગસ્ટે કનિષ્કા સોનીએ પોતાના લગ્નની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી હતી. અભિનેત્રી હાલમાં શિકાગો પહોંચી છે. ત્યાંથી અભિનેત્રીએ પોતાનો એક વીડિયો શેર કર્યો છે.
3/6

આ વીડિયો સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું કે 'ત્રણ ઉજવણી... હેપ્પી ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી (6 ઓગસ્ટ), સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ) અને હેપ્પી બર્થ ડે ટૂ મી (16 ઓગસ્ટ). હું શિકાગો, ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, લૉસ એન્જલસમાં આ તમામની ઉજવણી કરી રહી છું.
4/6

વધુમાં, અભિનેત્રીએ લખ્યું, 'હું હંમેશા મારા માટે કંઈક કરવા માંગતી હતી, તેથી મેં મારી જાત સાથે લગ્ન કર્યા. હું આ દેશને સમર્પિત છું. હું ખૂબ જ ખુશ છું કે હું મારા સપના પૂરા કરી રહી છું. હું જેને લાયક હતી તે મને મળ્યું.
5/6

એક પૉસ્ટ શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું, 'પોતાની જાત સાથે લગ્ન કરી લીધા. મેં મારા બધા સપના પૂરા કર્યા છે અને હું એકમાત્ર એવી વ્યક્તિ છું જેને હું પ્રેમ કરું છું. બધા સવાલોનો એક જ જવાબ છે. મને ક્યારેય કોઈ માણસની જરૂર નથી. હું એકલી અને મારા ગિટાર સાથે ખુશ છું. હું દેવી છું, બળવાન અને શક્તિશાળી છું, શિવ અને શક્તિ બધું જ મારી અંદર છે, આભાર'
6/6

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, કનિષ્કા સોની કેટલીય ટીવી સીરિયલો જેવી કે ફિયર ફેક્ટર ખતરોં કે ખિલાડી 2, રાખી કા સ્વયંવર, દિયા ઔર બાતી હમ, પવિત્ર રિશ્તા, દેવોં કે દેવ મહાદેવમાં જોવા મળી છે.
Published at : 08 Aug 2023 04:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગેજેટ
દેશ
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
