ઈજિપ્તના પિરામિડ દુનિયાના સાત અજૂબામાંથી એક છે. જેને પ્રાચીન ધરોહર માનવામાં આવ્યા છે. સાથે સાથે ઈજિપ્તના આ પિરામિડ લોકોની ભાવનાઓ સાથે જોડાયેલા છે. આ પિરામિડનો ઈતિહાસ ત્રણ હજાર વર્ષ જૂનો હોવાનું કહેવામાં આવે છે. એવામાં અહીં બોલ્ડ ફોટોશૂટ થવાથી વિવાદ થયો છે. (Photo Credit : Salma al-Shimi)
2/5
પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે, તેને આ ફોટોશૂટ માટે મંજૂરી મળી હતી તો, કઈ રીતે ? આખરે કયા અધિકારીના મિલીભગતથી આ સંભવ બન્યું. (Photo Credit : Salma al-Shimi)
3/5
આ તસવીરોમાં સલમા અલ-શિમી ઈજિપ્તન પ્રાચીન પોશાકમાં નજર આવી રહી છે. પરંતુ જ્યાં તેણે આ ફોટોશૂટ કરાવ્યું હતું તે જગ્યાને વિશ્વ ધરોહરનો દરજ્જો આપવામાં આવ્યો છે. એવામાં મંજૂરી વગર આ ફોટોશૂટ કરાતા સરકાર હરકતમાં આવી છે અને કાર્યવાહી કરી છે.
4/5
તસવીરો સામે આવ્યા બાદ ભારે વિવાદ સર્જાયો હતો અને સરકારે પણ તાત્કાલિક એક્શન લીધી હતી અને તસવીરોને કેમેરામાં કેદ કરનાર ફોટોગ્રાફરની ધરપકડ કરાઈ છે. આ પહેલા મોડલ સલમાની ધરપકડ થઈ હોવાના અહેવાલ સામે આવ્યા હતા પરંતુ તે અફવા નીકળી હતી. (Photo Credit : Salma al-Shimi)
5/5
ઈજિપ્તની ફેશન મૉડલ સલમા અલ-શિમી પોતાની ગ્લેમરસ તસવીરોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તેણે એવો ફોટોશૂટ કરાવ્યો છે કે, જેનાથી વિવાદ ઉભો થઈ ગયો છે. આ ફોટોશૂટ ઈજિપ્તના પિરામિડ સામે કરવામાં આવ્યું હતું અને તે પણ તેની સભ્યતાની હજારો વર્ષ પહેલાના વસ્ત્રો પહેરીને. (Photo Credit : Salma al-Shimi)