શોધખોળ કરો
Ahmedabad: AMTSએ વધુ એક નાગરિકને લીધો અડફેટે, જુહાપુરામાં બની ઘટના
AMTS Accident: અમદાવાદ શહેરમાં એક ખૂણેથી બીજા ખૂણે જવા માટે એએમટીએસ બસ અને બીઆરટીએસ બસનો ઉપયોગ કરવામાં આવે છે. જેનો લાભ શહેરની જનતા મળી રહ્યો છે.

AMTSની ટક્કરથી વધુ એકનું મોત
1/7

આ શહેરનાં લોકોને આશીર્વાદ ક્યારેક ને ક્યારેક શ્રાપ રૂપ બની જાય છે. અમદાવાદની લાઈફલાઈન ગણાતી એએમટીએસની ટક્કરથી વધુ એક વ્યક્તિ ઘાયલ થયો છે.
2/7

જુહાપુરાના અંબર ટાવર નજીક બસની ટક્કર વાગતા રાહદારી ઘાયલ થયો હતો. આ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.
3/7

બસનો રૂટ 31/5 લાલ દરવાજા- માધવનગર (સાણંદ)નો હતો. રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કરી કાચ તોડી નાંખ્યા હતા.
4/7

અમદાવાદ શહેરના માર્ગો પર લાખો મુસાફરોને લઇને દોડતી જાહેર પરિવહનની બસો દ્વારા અકસ્માતોના બનાવોની તાજેતરમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
5/7

અમદાવાદ શહેરમાં છેલ્લાં 5 મહિનામાં એએમટીએસ અને બીઆરટીએસ બસ દ્વારા 300થી વધુ અક્સ્માત થયા છે. જેમાં ત્યાર સુધી 13 જેટલા લોકોના મોત થયા છે.
6/7

અમદાવાદ શહેરમાં ચાલતી એએમટીએસ બસ અને બીઆરટીએસ બસ દ્વારા શહેરમાં 300થી વધુ અક્સ્માત સર્જયા છે. જેમાં AMTS દ્વારા 119 જેટલા અક્સ્માત થયા છે. જયારે BRTS દ્વારા છેલ્લાં 5 મહિનામાં 212 જેટલા અકસ્માત સર્જયા છે.
7/7

જેમાં BRTS થકી 9 લોકો મોત અને AMTS થકી 4 એમ કુલ મળીને 13 જેટલા લોકોના મોત થયા છે. જેમાથી માત્ર 13 જેટલી જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
Published at : 26 Sep 2023 05:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
