શોધખોળ કરો
Gujarat CM Tenure: ગુજરાતના કયા મુખ્યંત્રીનો કેટલા દિવસનો રહ્યો કાર્યકાળ ? જુઓ ગ્રાફિકસ
Gujarat CM : ભારતીય જનતા પાર્ટી (BJP)ની વિક્રમી જીત બાદ નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. ભૂપેન્દ્ર પટેલ સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે
ગુજરાતના મુખ્યમંત્રીનો કાર્યકાળ
1/8

ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાનો સમય ગાળો 2 વર્ષ 300 દિવસ હતો. તેઓ 1 મે 1960 થી 25 ફેબ્રુઆરી 1963 સુધી સીએમ રહ્યા. તેઓ અમરેલીના હતા.
2/8

રાજ્યના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનો કાર્યકાળ 2 વર્ષ 206 સુધી રહ્યો. તેઓ 25 ફેબ્રુઆરી 1963 થી 19 સપ્ટેમ્બર 1965 સુધી મુખ્યમંત્રી રહ્યા.
3/8

ઓલપાડના હિતેન્દ્ર દેસાઈ 19 સપ્ટેમ્બર 1965 થી 3 એપ્રિલ, 1967 અને 3 એપ્રિલ 1967 થી 12 મે 1971 એમ 5 વર્ષ 245 દિવસ મુખ્યમંત્રી રહ્યા.
4/8

રાજયના ચોથા મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝાનો કાર્યકાળ 17 માર્ચ 1972 થી 17 જુલાઈ 193 સુધી એક વર્ષ 122 દિવસનો રહ્યો.
5/8

રાજ્યના 10મા મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો પ્રથમ કાર્યકાળ 14 માર્ચ 1995 થી 21 ઓક્ટોબર 1995 221 દિવસનો રહ્યો. બીજો કાર્યકાળ 4 માર્ચ 1998 થી 6 ઓક્ટોબર 2001 એમ 3 વર્ષ 216 દિવસનો રહ્યો.
6/8

રાજ્યના 13મા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યકાળ 7 ઓક્ટોબર 2001 થી 22 મે 2014 એમ 12 વર્ષ 227 દિવસનો રહ્યો.
7/8

રાજ્યના 14મા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો કાર્યકાળ 22 મે 2014 થી 7 ઓગસ્ટ 2016 એમ 2 વર્ષ 77 દિવસનો રહ્યો.
8/8

રાજ્યના 15મા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાર્યકાળ 7 ઓગસ્ટ 2016 થી 13 સપ્ટેમ્બર 2021 એમ 5 વર્ષ 37 દિવસ રહ્યો.
Published at : 12 Dec 2022 10:10 AM (IST)
આગળ જુઓ
Advertisement





















