શક્તિ, ભક્તિ અને આસ્થાના પરમ કેન્દ્રબિંદુ સમાન વિશ્વ પ્રસિદ્ઘ યાત્રાધામ અંબાજી ખાતે ત્રિ-દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે.
અંબાજીમાં શરૂ થયેલા 51 શક્તિપીઠના પરિક્રમાં ઉત્સવને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદ્યશકિત અંબાજી મંદિરમાં માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા.
4/4
અંબાજી ખાતે આજથી ત્રણ દિવસ અંબાજીના ગબ્બર ગઢ ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થયો છે. જેને ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ખુલ્લો મુક્યો છે. એટલું જ નહીં આ શુભ પ્રસંગે સીએમ પટેલ 17 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ પણ કર્યું.