શોધખોળ કરો
3 માસના ધૈર્યરાજની સારવાર માટે 2.64 લાખ દાતાઓએ આપ્યું 16 કરોડનું દાન, ક્યારથી અને ક્યાં શરૂ થશે સારવાર ?

ધૈર્યરાજ માટે વહ્યો માનવતાનો ધોધ
1/5

ગંભીર બીમારીથી પિડાતા ત્રણ માસના ધૈર્યરાજને મદદ મળતા આખરે તેમના જીવનની શક્યતા વધી ગઇ છે. તેમના ઇલાજ માટે જરૂરી 16 કરોડ રૂપિયાની રકમ માનવતાનો ધોધ વહેતા એકઠી થઇ જતાં પરિવારજનો દીલથી ગુજરાતીઓની દરિયાદિલ્લી બદલ આભાર પ્રગટ કર્યો છે.
2/5

આખરે ગંભીર બીમારીથી પિડાતા ધૈર્યરાજને માનવતાની મહેક મળતાં તેમનું જીવન ફરી ખીલી ઉઠ્યું છે. મહિસાગર જિલ્લાનો ધૈર્યરાજ સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ફેક્ટ શીટ-1 (એસએમએ-1) નામની દુર્લભ બીમારીથી પીડાઈ રહ્યો હતો. તેમની સારવાર માટે 16 કરોડની જરૂર હતી. મઘ્મય વર્ગીય પિતાએ મદદ માટે અપીલ કરતા આખરે 16 કરોડથી વધુ રકમ એકઠી થઇ જતાં તમનો ઇલાજ ટૂંક સમયમાં શરૂ થશે
3/5

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામના એક મધ્યમ વર્ગીય પરિવારના ત્રણ માસના બાળક એક દુર્લભ બીમારીથી પિડાઇ રહ્યો હતો. આ બીમારીના ઇલાજ માટે એક માત્ર ઇંજેકશની જરૂર હતી. જો કે આ ઇંજેકશનની કિંમત 16 કરોડ હોવાથી મધ્યમવર્ગીય પરિવાર લાચાર બન્યો હતો. પિતાએ આટલી મોટી રકમ એકઠી કરવા એનજીઓની મદદ લીઘી.
4/5

ધૈર્યરાજના પિતા રાજદીપસિંહ રાઠોડે ધૈર્યરાજના નામે ‘ઈમ્પેક્ટ ગુરુ’ નામની એનજીઓમાં ખાતું ખોલાવીને દાન માટે અપીલ કરી. કરવા તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી દુનિયાભરના લોકો સમક્ષ દાન માટે અનુરોધ કર્યો હતો. ધૈર્યરાજના પિતાની અપીલ બાદ ગુજરાતના ખ્યાતનામ કલાકારો સહિત દેશ વિદેશથી પણ ભંડોળ મળતાં 16 કરોડથી વધુ રકમ એકઠી થઇ ગઇ છે. ધૈર્યરાજના ખાતામાં 42 દિવસમાં 2,64,192 દાનવીરોએ રૂ. 16,06,32,884નું દાન આપ્યું છે,
5/5

હવે ધૈર્યરાજને ઇલાજ માટે મુંબઇ દાખલ કરાશે, 12 દિવસમાં તેમનો ઇલાજ શરૂ થશે. ધૈર્યરાજને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ફેક્ટ શીટ-1 (એસએમએ-1) નામની દુર્લભ બીમારી છે. આ બીમારીની ઇલાજ માટે ઇંજેકશન અમેરિકાથી મંગાવું પડે છે. જેની કિંમત 16 કરોડની છે. દીકરીને આ દાનથી જીવનદાન મળતાં પરિવારજનોએ દાતાઓનો દિલથી આભાર માન્યો છે. આ ઈન્જેક્શનને ભારત મંગાવીએ ત્યારે રૂ. 6 કરોડ જેટલો ટેક્સ પણ લાગે છે, પરંતુ સરકારે ટેક્સ માફી આપી છે.
Published at : 07 Apr 2021 01:25 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
