શોધખોળ કરો
Gujarat Rain: નવરાત્રીના છેલ્લા દિવસો બગાડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Weather: રાજ્યના હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે વરસાદની આગાહી કરી છે.

Gujarat Weather Update: નવરાત્રીના છેલ્લા દિવસોમાં આ વરસાદ ઉત્સવના માહોલમાં ભંગ પાડી શકે છે. જો કે, રાજ્યમાં નવસારી સુધી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, હાલમાં કમોસમી વરસાદની સંભાવના છે.
1/5

અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાને કારણે વરસાદી માહોલ રહેશે. આ સિસ્ટમને લીધે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
2/5

પ્રથમ દિવસે: ઠંડરસ્ટોર્મ સાથે વરસાદની શક્યતા, બીજા દિવસે: સુરત, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદ. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની સંભાવના.
3/5

ત્રીજા દિવસે: ક્યાંક સામાન્ય તો ક્યાંક ભારે વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદમાં સાંજના સમયે વરસાદની શક્યતા છે.
4/5

વાદળછાયા વાતાવરણને કારણે રાજ્યમાં તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાન ઘટશે, ત્યારબાદ ફરી વધારો થવાની સંભાવના છે.
5/5

નોંધનીય છે કે આ સિઝનમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં સામાન્ય કરતાં 25% વધુ વરસાદ નોંધાયો છે.
Published at : 10 Oct 2024 03:45 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
ગાંધીનગર
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
