શોધખોળ કરો
Morbi Bridge Collapse: મોરબીમાં સતત બીજા દિવસે સન્નાટો, મુખ્ય બજારો બંધ
Morbi Tragedy: મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યાનો આજે ત્રીજો દિવસ છે. અત્યાર સુધીમાં 135 લોકોના મોત થયા હોવાનું મોરબી કલેકટરે જણાવ્યું છે.
મોરબીમાં બજારો બંધ
1/8

મોરબીની મચ્છુ નદીમાં ત્રીજા દિવસે પણ બચાવ કાર્ય ચાલુ છે.વહેલી સવારે NDRFના જવાનો આધુનિક મશીનો સાથે તંત્ર અને સેનાના જવાનો સાથે મળીને કામે લાગી ગયા છે (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
2/8

મોરબીમાં સતત બીજા દિવસે મુખ્ય બજારો બંધ રહી છે. મેડિકલ, પાનના ગલ્લા સિવાય તમામ દુકાનો બંધ છે.
3/8

મોરબીવાસીઓએ સ્વયંભુ દુકાનો બંધ રાખી શોક પાળ્યો છે. દુર્ઘટનાના પગલે મોરબીમાં સન્નાટો છવાઈ ગયો છે.
4/8

દુકાનદારોએ સ્વૈચ્છિક બંધ પાળીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી અને શોક વ્યક્ત કર્યો હતો. મેડિકલ, પાનના ગલ્લા, જ્વેલર્સ સહિતની દુકાનો બંધ જોવા મળી હતી.
5/8

દિવંગતોના શોકમાં આગામી 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક રખાશે. 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે.
6/8

કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. રાજ્યભરમાં સૌ લોકોને શાંતિ પ્રાર્થના કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલની અપીલ કરી છે.
7/8

મોરબીમાં બનેલી ગોજારી ઘટનાને લઈને પીએમ મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.
8/8

આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને DGP સહિત રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધિકારીઓ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Published at : 01 Nov 2022 11:32 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
