શોધખોળ કરો
લગ્ન બાદ પત્ની સાથે સુવર્ણ મંદિરે પહોંચ્યા સીએમ ભગવંત માન, જુઓ તસવીરો
સીએમ ભગવંત માને પત્ની સાથે સુવર્ણ મંદિરમાં માથું ટેકવ્યું
1/6

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને પત્ની ગુરપ્રીત કૌર સોમવારે સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા હતા.
2/6

સીએમ માનના ડોક્ટર ગુરપ્રીત કૌર સાથેના લગ્ન પછી આ તેમની પ્રથમ અમૃતસર મુલાકાત હતી. તેમણે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પત્ની, માતા અને બહેન સાથે સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા હતા.
3/6

બે શીખ ગ્રંથિઓએ નવદંપતીને પ્રસાદ આપ્યો. તો બીજી તરફ, માન અને તેમની પત્નીએ 'રૂમાલા સાહિબ' ભેટ કર્યા. આ પ્રસંગે પરિવારના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા.
4/6

સીએમ ભગવંત માન પંજાબના પહેલા એવા મુખ્યમંત્રી છે જેમણે આ પદ પર રહીને લગ્ન કર્યા હોય. તેના લગ્ન 7 જુલાઈના રોજ થયા હતા.
5/6

સીએમ ભગવંત માનના આ બીજા લગ્ન છે. તે 2015માં તેની પહેલી પત્નીથી અલગ થઈ ગયા હતા. તેમના પ્રથમ લગ્નથી તેમને બે બાળકો છે - પુત્રી સીરત કૌર અને દીકરો દિલશાન.
6/6

7 જુલાઈના રોજ, સીએમ ભગવંત માને ચંદીગઢમાં તેમના નિવાસસ્થાને એક ખાનગી સમારંભમાં ડૉ ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા. તેમના આ લગ્નમાં પરિવારના કેટલાક સભ્યો અને કેટલાક નજીકના લોકો જ હાજર રહ્યા હતા.
Published at : 11 Jul 2022 08:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દુનિયા
ગુજરાત
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
