શોધખોળ કરો
In Pics: પરિવાર સાથે રામલલાના દર્શન કરવા પહોંચ્યા CM કેજરીવાલ અને ભગવંત માન, જુઓ તસવીરો
In Pics: પરિવાર સાથે રામલલાના દર્શન કરવા પહોંચ્યા CM કેજરીવાલ અને ભગવંત માન, જુઓ તસવીરો

CM કેજરીવાલ અને ભગવંત માન
1/7

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા હતા. આ પછી તેમણે મીડિયા સાથે પણ વાત કરી હતી.
2/7

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમના પરિવાર સાથે (12 ફેબ્રુઆરી) રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર હતા. તેમણે X પર ભગવાન રામના દર્શન વિશે માહિતી આપી હતી.
3/7

ભગવંત માન તેમના પત્ની ગુરપ્રીત કૌર અને તેમના પરિવારના કેટલાક અન્ય સભ્યો સાથે રામ જન્મભૂમિ ખાતે શ્રી રામલલાના દર્શન કર્યા હતા. બંનેએ રામ મંદિરમાં એક કલાકથી વધુ સમય પસાર કર્યો હતો.
4/7

સીએમ કેજરીવાલે એક્સ પર તસવીરો શેર કરી છે. આ સાથે તેમણે કેપ્શન લખ્યું, 'માતા-પિતા અને મારી ધર્મ પત્ની સાથે અયોધ્યાજી પહોંચી શ્રી રામ મંદિરમાં રામલલાજીના દિવ્ય દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
5/7

તેમણે આગળ લખ્યું, 'આ પ્રસંગે ભગવંત જી અને તેમનો પરિવાર પણ હાજર હતો. સૌએ સાથે મળીને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીના દર્શન કર્યા હતા અને દેશની પ્રગતિ અને સમગ્ર માનવતાના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
6/7

સીએમ કેજરીવાલે કહ્યું કે આપણે બધાને આજે રામલલાના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યુ છે. સમગ્ર વિશ્વ માટે સૌભાગ્યની વાત છે કે આવું ભવ્ય મંદિર પૂર્ણ થયું. દરરોજ લાખો લોકો આવે છે અને આ જોઈને દિલ ખુશ થઈ જાય છે.
7/7

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું, 'ભારત અનેક ધાર્મિક આસ્થાનો દેશ છે, અમે બધા તહેવારો સાથે મળીને ઉજવીએ છીએ. રામ મંદિરમાં અમે દેશમાં શાંતિ અને ભાઈચારા માટે પ્રાર્થના કરી છે.
Published at : 12 Feb 2024 11:22 PM (IST)
View More
Advertisement