શોધખોળ કરો
Anand Parbat Fire: દિલ્હીના આનંદ પર્વતમાં લાગી ભીષણ આગ, જુઓ કેવી રીતે ઝૂંપડપટ્ટી બળીને થઈ ગઈ ખાખ

દિલ્હીમાં આગ
1/5

મધ્ય દિલ્હીના આનંદ પર્વતમાં મંગળવારે સાંજે એક ટ્રાન્ઝિટ કેમ્પમાં લાગેલી ભીષણ આગમાં લગભગ 50 ઝૂંપડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. એક અધિકારીએ આ માહિતી આપી છે.
2/5

દિલ્હી ફાયર સર્વિસના વડા અતુલ ગર્ગે જણાવ્યું હતું કે ફાયર વિભાગને આનંદ પર્વતના ટ્રાન્ઝિટ કેમ્પમાં બપોરે 2.14 વાગ્યે આગ લાગવાનો કોલ મળ્યો હતો.
3/5

જે બાદ ફાયરની 18 ગાડીઓને તાત્કાલિક કામે લગાડવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. સ્થિતિ નિયંત્રણમાં છે.
4/5

ઝૂંપડાના રહેવાસીઓ તેમના ઝૂંપડાની છત પર ઉભા જોવા મળ્યા હતા. સાથે જ ફાયર ફાઈટરોએ આગ પર પાણી નાખી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
5/5

લોકો અને ફાયર વિભાગ દ્વારા રેકોર્ડ કરાયેલા વીડિયોમાં ઝૂંપડપટ્ટીમાંથી જ્વાળાઓ સાથે ધુમાડાના કાળા ગોટેગોટા જોઈ શકાય છે.
Published at : 13 Apr 2022 06:25 AM (IST)
View More
Advertisement