વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાત્રે દેશને સંબોધિત કરીને ત્રણ મોટી જાહેરાતો કરી હતી. તેમના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે આવતા વર્ષે 3 જાન્યુઆરીથી 15 વર્ષથી 18 વર્ષની વયના બાળકોને કોરોના વાયરસની રસી આપવામાં આવશે. આજે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ બાળકો માટે કટોકટીના ઉપયોગ માટે ભારત બાયોટેકની કોરોના રસી કોવેક્સીનને મંજૂરી આપી છે.
2/4
સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આવતા વર્ષે 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષની વયના બાળકોને કોરોનાની રસી આપવામાં આવશે. આ ઉપરાંત, 10 જાન્યુઆરીથી, આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કાર્યકરો માટે કોવિડ રસીના બૂસ્ટર ડોઝ શરૂ કરવામાં આવશે.
3/4
10 જાન્યુઆરીથી કોમોર્બીટ વૃદ્ધોને પણ તેમના ડૉક્ટરની સલાહ પર બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.
4/4
કેન્દ્ર સરકારના ત્રણ મોટા નિર્ણયો: 15 થી 18 વર્ષની વયના બાળકોને રસી આપવામાં આવશે. હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને બૂસ્ટર ડોઝ મળશે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ બૂસ્ટર ડોઝ આપી શકાય છે.