કાશ્મીરની મુલાકાતે આવતા પ્રવાસીઓએ હવે અહીંની સંસ્કૃતિ, કલા અને સંસ્કૃતિ વિશે કોઈને પૂછવાની જરૂર નહીં પડે અને આ માટે તેમણે પુસ્તકોનો સહારો લેવો પડશે નહીં. હવે અહીંની દીવાલ જ આ બધું કહેશે.
2/4
શ્રીનગર શહેરને વધુ સુંદર બનાવવા માટે શરૂ કરાયેલ સ્માર્ટ સિટી પ્રોજેક્ટે વેગ પકડ્યો છે. શહેરને સુંદર બનાવવાની યોજનામાં, મુખ્ય સ્થળો, શેરીઓ અને ગલીઓની દીવાલો પર ભવ્ય સંસ્કૃતિ પેઇન્ટ કરવામાં આવી રહી છે, જેથી મુલાકાતી મહેમાનો અહીંના ઇતિહાસ વિશે માહિતી મેળવી શકે.
3/4
મૌલાના આઝાદ રોડ, જહાંગીર ચોક, જીપીઓ રોડ, પોલોવે, ડાલગેટ અને શહેરના અન્ય વિસ્તારોની શેરીઓ, ચોક અને ખૂણાઓની દિવાલો પર ચિત્રો દ્વારા શહેરની કલા અને સંસ્કૃતિનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે.
4/4
મ્યુનિસિપલ કમિશ્નર અથર આમિર ખાને કહ્યું, દીવાલો અને ફ્લાયઓવર પર શ્રીનગર સ્માર્ટસિટી પ્રોજેક્ટના બ્યૂટિફિકેશન ડ્રાઇવ અંતર્ગત આમ કરવામાં આવી રહ્યું છે. (તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ)