અમેરિકાના આયોવા હાઇવે પર ભારે હિમવર્ષાના કારણે એક સાથે 40 મોટા વાહન અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જો કે એકાદ બે લોકોને છોડીને લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાબડતોબ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે સદભાગ્યે અકસ્માતમાં કોઇના મૃત્યના સમાચાર નથી
2/3
40 વાહનોમાં મોટી સંખ્યામાં ટ્રક,સેમી ટ્રક સેમી, અને કાર હતી. અકસ્માતમાં પેટ્રોલ ભરેલા કેન્ટનર પણ સામેલ હોવાનું સામે આવ્યો છે.મોટાભાગની ગાડીઓમાં માલ ભરેલી હોવાથી વાહન સહિત માલને પણ નુકસાન થયાનું સામે આવ્યું છે. જો કે સદભાગ્યે જાનહાનિ ટળી છે
3/3
અકસ્માતના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ફોટો જોઇને સમજી શકાય છે કે, અકસ્માત કેટલો ભયંકર હતો. અકસ્માતમાં વધુ ટ્રક હોવાનું સામે આવ્યું છે.