શોધખોળ કરો
Pakistan Hareem Shah: પાકિસ્તાનના ગૂગલ સર્ચ લિસ્ટમાં છવાઇ ભારત વિરોધી ઝેરીલી નિવેદનબાજી કરનારી આ યુવતી, જુઓ તસવીરો....
પાકિસ્તાનની સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્ઝર હરિમ શાહને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી છે

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8

Pakistan Hareem Shah: પાકિસ્તાનમાં અત્યારે હરીમ શાહ નામની છોકરી ટૉપ ટ્રેન્ડમાં ચાલી રહી છે, પાકિસ્તાનની સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્ઝર હરિમ શાહને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી છે. તે પાકિસ્તાનમાં ટોપ 10 સર્ચની યાદીમાં ટોપ પર છે. આ છોકરીએ ભારત વિરોધી ઝેરીલી નિવેદનબાજી કરી હતી...
2/8

પાકિસ્તાની લોકો આ વખતે તેમના ગૂગલ સર્ચના કારણે સમાચારમાં છે. વર્ષ 2023માં પાકિસ્તાનના લોકોએ ગૂગલ પર હરીમ શાહ વિશે સૌથી વધુ સર્ચ કર્યું છે.
3/8

હરીમ શાહ પાકિસ્તાનની જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્ઝરમાંની એક છે. પાકિસ્તાનમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો હરીમ શાહ વિશે જાણે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ છે.
4/8

હરીમ શાહ લાંબા સમયથી વિવાદો સાથે સંકળાયેલા છે. હરીમે પાકિસ્તાની વિદેશ મંત્રાલયમાં ઘૂસીને એક વીડિયો બનાવ્યો હતો, જેને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે.
5/8

હરિમ શાહે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી પર બેસીને એક વીડિયો પણ બનાવ્યો છે. આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે પાકિસ્તાનની રાજનીતિમાં હરીમ શાહની કેટલી પહોંચ છે.
6/8

આ વર્ષે એપ્રિલ મહિનામાં હરીમ શાહનો એક એમએમએસ વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તેના એક જૂના મિત્રએ તેનો નહાતો વીડિયો શૂટ કર્યો હતો.
7/8

હરીમ શાહે પાકિસ્તાનના મંત્રી શેખ રાશિદ પર પણ ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું કે મંત્રી શેખ રશીદ તેને વાંધાજનક વીડિયો મોકલે છે.
8/8

હરીમ શાહ પણ ભારત વિરૂદ્ધ ઝેરીલા નિવેદન આપતી જોવા મળે છે. તાજેતરમાં જ હરિમ શાહે ભારતના ચંદ્રયાન પર વિવાદાસ્પદ નિવેદન આપતાં ચર્ચામાં આવી હતી. આ સિવાય તે ઘણા વિવાદોમાં પણ ફસાઈ છે.
Published at : 16 Dec 2023 12:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
ટેલીવિઝન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
