શોધખોળ કરો
IPL 2020માં એક ઓવરમાં 5 સિક્સ ફટકારીને ચર્ચામાં આવેલ આ ક્રિકેટરે કરી સગાઈ, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો

1/5

IPLની સીઝન 14 માટે ફ્રેન્ચાઈઝે તેને રિટેન કર્યો છે. રાહુલ તેવટિયાએ આઈપીએલ 2020માં 42.50ની એવરેજ અને 139.34ની સ્ટ્રાઇક રેટથી 255 રન કર્યા હતા. તેમજ બોલ સાથે પણ યોગદાન આપતાં 7.09ની ઈકોનોમીથી રન આપીને 10 વિકેટ લીધી હતી. (તસવીર- રાહુલ તેવટિયા ટ્વિટર)
2/5

રાહુલ તેવટિયા આઈપીએલ 2020માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતાં કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં એક ઓવરમાં પાંચ સિક્સ ફટકારીને ચર્ચામાં આવ્યો હતો. આ મેચમાં તેણે ટીમને જીત અપાવી હતી. રાહુલ તેવટિયા સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં હરિયાણાની ટીમનો હિસ્સો હતો. (તસવીર- રાહુલ તેવટિયા ટ્વિટર)
3/5

તેની સગાઈમાં નીતિશ રાણા અને હરિયાણાના તેના સાથી બોલિર જયંત યાદવ પણ હાજર રહ્યો હતો. (તસવીર- રાહુલ તેવટિયા ટ્વિટર)
4/5

તેવટિયાએ સોશિયલ મીડિયા પર પોતાની સગાઈની તસવીરો શેર કરી અને કેપ્શમાં માત્ર 3 ફેબ્રુઆરી 2021 એટલે પોતાના સગાઈની તારીખ લખી હતી.
5/5

નવી દિલ્હી: આઈપીએલ 2020માં પોતાના શાનદાર પ્રદર્શનથી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચનાર રાજસ્થાન રોયલ્સના ઓલરાઉન્ડર રાહુલ તેવટિયાએ બુધવારે રિદ્ધિ પનુ સાથે સગાઈ કરી લીધી છે. તેવટિયાએ સોશિયલ મીડિયા પર તેની જાણકારી આપી હતી. ( તસવીર- રાહુલ તેવટિયા ટ્વિટર)
Published at :
આગળ જુઓ
Advertisement