Wanindu Hasaranga: શ્રીલંકાના મિસ્ટ્રી સ્પિનર અને લોઅર ઓર્ડર બેટ્સમેન વાનિન્દુ હસરંગા IPLના ઈતિહાસમાં શ્રીલંકાના સૌથી મોંઘા ખેલાડી બની ગયો છે. હસરંગાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રૂ. 10.75 કરોડમાં ખરીદ્યો હતો. (તસવીર - સોશિયલ મીડિયા)
2/6
Krunal pandya: હાર્દિક પંડ્યાનો ભાઈ કૃણાલ પંડ્યા આ વખતે તેના ભાઈ સાથે રમતા જોવા નહીં મળે. લાંબા સમયથી મુંબઈની ટીમનો ભાગ રહેલો કૃણાલ આ વખતે લખનઉ તરફથી રમતો જોવા મળશે. તેને લખનઉએ 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. (તસવીર - સોશિયલ મીડિયા)
3/6
jason Holder: વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડર જેસન હોલ્ડર માટે ઘણી ફ્રેન્ચાઈઝીમાં દંગલ જોવા મળ્યું. જોકે અંતે લખનઉએ આ કેરેબિયન ઓલરાઉન્ડરને 8.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. (તસવીર - સોશિયલ મીડિયા)
4/6
Washington Sundar: ઘણી ટીમોએ પણ સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર માટે મજબૂત બોલી લગાવી હતી. અંતે, સનરાઇઝર્સ હૈદરાબાદે આ ઓલરાઉન્ડરને 8.75 કરોડમાં ખરીદ્યો. (તસવીર - સોશિયલ મીડિયા)
5/6
Mitchell Marsh: ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓલરાઉન્ડર મિચેલ માર્શ આ વખતે દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ હશે. તેને દિલ્હીએ 6.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. (તસવીર - સોશિયલ મીડિયા)
6/6
Deepak Hooda: આ હરાજીએ દીપક હુડ્ડાને અમીર બનાવી દીધા. તાજેતરમાં જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર દીપક હુડ્ડાનો લખનઉએ 5.75 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સમાવેશ કર્યો હતો. (તસવીર - સોશિયલ મીડિયા)