શોધખોળ કરો
Photos: ભારતીય ટીમના આ તોફાની બેટ્સમેને ગર્લફ્રેન્ડને અંલગ અંદાજમાં કર્યુ વિશ, તસવીર થઇ વાયરલ

Isha_Negi__01
1/8

Rishabh Pant and Isha Negi: શ્રીલંકા વિરુદ્ધ ટી20 તથા ટેસ્ટ સીરીઝ માટે શનિવારે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. વિકેટકીપર બેટ્સમને ઋષભ પંત ટી20 સીરીઝનો ભાગ નહીં હોય. જેને બીસીસીઆઇએ આરામ આપ્યો છે, એટલુ જ નહીં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ત્રીજી ટી20 મેચમાં પણ ન હતો રમ્યો.
2/8

ઋષભ પંત ક્રિકેટની સાથે સાથે પર્સનલ લાઇફને લઇને પણ ખુબ ચર્ચામાં રહે છે. પંત કેટલાક વર્ષોથી ઇશ નેગીને ડેટ કરી રહ્યો છે. જેનો આજે જન્મદિવસ છે, આ પ્રસંગે ઋષભ પંતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર દિશા નેગીની તસવીર શેર કરતા દિલની ઇમૉજી બનાવીને લખ્યું- હેપ્પી બર્થડે દિશા નેગી.
3/8

2020ની શરૂઆતમાં ઋષભ પંતે ઇશા નેગીની સાથે એક તસવીર શેર કરી હતી, તે દરમિયાન બન્ને વેકેશન પર ગયા હતા. ત્યારે પંતે ખુલીને આખી દુનિયાની સામે પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો હતો.
4/8

ઇશા નેગી ઉત્તરાખંડની રહેવાસી છે અને તે એક ઇન્ટીરિયર ડિઝાઇનર છે. પોતાના ગ્લેમરસ અદા માટે ઇશા નેગી ઇન્સ્ટાગ્રામ પર ખુબ લોકપ્રિય છે. પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઇશા હંમેશા સ્ટાઇલિશ તસવીરો શેર કરતી રહે છે, જેમાં તે ટ્રેડિશનલથી લઇને વેસ્ટર્ન સ્ટાઇલ કપડાંઓમાં દેખાય છે.
5/8

ઋષભ પંતે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ અને ટીમ ઇન્ડિયાને ઐતિહાસિક સીરીઝ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ પછી ઇંગ્લેન્ડ વિરુદ્ધની સીરીઝમાં પણ ઋષભ પંતે દમદાર પ્રદર્શન કર્યુ હતુ. હવે તે પોતાના ફોર્મને સતત જાળવી રાખી રહ્યો છે.
6/8

આઇપીએલમા ઋષભ પંતની કેપ્ટનશીપે બધાને ચોંકાવી દીધા, પંતની કેપ્ટનશીપમાં દિલ્હી કેપિટલ્સને ટૉપ રાખીને પ્લેઓફ માટે ક્વૉલિફાય કર્યુ, પરંતુ તે ફાઇનલમાં ન હતી પહોંચી શકી.
7/8

ઋષભ પંત આઇપીએલની 14મી સિઝનમાં 16 મેચોમાં 34.91ની એવરેજથી 419 રન બનાવ્યા. આ દરમિયાન તેને ત્રણ ફિફ્ટી ફટકારી હતી. વર્ષ 2022માં પણ ઋષભ પંત દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ સંભાળશે.
8/8

તમામ તસવીરો ક્રેડિટ (BCCI/Getty/Instagram)
Published at : 21 Feb 2022 11:36 AM (IST)
આગળ જુઓ
Advertisement