શોધખોળ કરો
પૂજારા-રહાણેને 'PURANE' (પુરાને) ગણાવીને કરાયા ટ્રોલ, જુઓ બંને પર બન્યા કેવા ફની મીમ્સ....

અજિંક્ય રહાણે - ચેતેશ્વર પૂજારા
1/6

દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ જોહાનિસબર્ગના ધ વેન્ડરર્સ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી.
2/6

જોહાનિસબર્ગ ટેસ્ટના પ્રથમ દાવમાં પુજારા અને રહાણેનું બેટ ફરી એકવાર શાંત રહ્યું હતું. જ્યારે ચેતેશ્વર 3 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે રહાણે ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો.
3/6

આ સાથે ભારતીય ટેસ્ટ ટીમના ભૂતપૂર્વ વાઇસ કેપ્ટને એક અનિચ્છનીય રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. અજિંક્ય તેની અત્યાર સુધીની ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ બોલ પર આઉટ થયો હતો.
4/6

પૂજારા અને રહાણેના આ નિરાશાજનક પ્રદર્શન બાદ ક્રિકેટ ચાહકો તેમને સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી રહ્યા છે.
5/6

રહાણે અને પુજારાના આઉટ થતાની સાથે જ દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ઓલિવિયરે પણ પોતાની કારકિર્દીની 50 વિકેટ પૂરી કરી લીધી છે.
6/6

સોશિયલ મીડિયા પર ચાહકો હવે ટીમમાં રહાણે અને પૂજારાના ખરાબ પ્રદર્શન પર સવાલ ઉઠાવી રહ્યા છે.
Published at : 04 Jan 2022 09:50 AM (IST)
આગળ જુઓ
Advertisement