શોધખોળ કરો
Glenn Maxwell Net Worth: વાર્ષિક કરોડો રૂપિયાની કમાણી કરી છે ગ્લેન મેક્સવેલ, ભારતીય યુવતી સાથે કર્યા છે લગ્ન
Glenn Maxwell: ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલ કમાણી મામલે અનેક ક્રિકેટરોને ટક્કર આપે છે.

ફોટોઃ ટ્વિટર
1/7

Glenn Maxwell: ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલ કમાણી મામલે અનેક ક્રિકેટરોને ટક્કર આપે છે.
2/7

ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલ વર્લ્ડ કપની 24મી મેચમાં નેધરલેન્ડ સામે વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી ફટકારીને વિશ્વભરમાં ચર્ચામાં છે. ઓસ્ટ્રેલિયાની સાથે ગ્લેન મેક્સવેલ પણ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી ક્રિકેટ રમે છે. આ સિવાય મેક્સવેલ વિશ્વભરની T20 લીગમાં પણ ક્રિકેટ રમે છે.
3/7

આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરની વાર્ષિક સેલેરી 1 મિલિયન ડોલરથી વધુ છે. તેની માસિક આવક 83,000 મિલિયન ડૉલર છે. આ સિવાય જો ગ્લેન મેક્સવેલની નેટવર્થની વાત કરીએ તો તેમની પાસે 14 મિલિયન ડોલરની સંપત્તિ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્લેન મેક્સવેલની કમાણી 170 ટકા વધી છે.
4/7

ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયામાં રહે છે. તેણે એક આલિશાન ઘર ખરીદ્યું છે. આ રિયલ એસ્ટેટ પ્રોપર્ટીની અંદાજિત કિંમત આશરે 10 કરોડ રૂપિયા છે. તેની પાસે વિવિધ દેશોમાં અલગ-અલગ રિયલ એસ્ટેટ પ્રોપર્ટી પણ છે.
5/7

આજકાલ લગભગ તમામ ક્રિકેટરો કારના ખૂબ જ શોખીન છે, અને તેમનું કાર કલેક્શન ખૂબ જ સારુ છે. મેક્સવેલ પાસે વિશ્વની કેટલીક શ્રેષ્ઠ લક્ઝરી કાર છે, જેમાં નિસાન મેક્સિમા અને ઓડીનો સમાવેશ થાય છે.
6/7

ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલે ભારતીય મૂળની વિની રમન સાથે લગ્ન કર્યા છે. વિની રમને ગ્લેન મેક્સવેલને તેની માનસિક બીમારીમાંથી સ્વસ્થ થવામાં મદદ કરી હતી. વિની એક ફાર્માસિસ્ટ છે અને ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રહે છે. ગ્લેન મેક્સવેલની પત્ની વિની મેક્સવેલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, અને તેના પતિ મેક્સવેલ સાથે તસવીરો શેર કરતી રહે છે.
7/7

વર્તમાન વર્લ્ડ કપમાં ગ્લેન મેક્સવેલે પોતાના શાનદાર ફોર્મની ઝલક બતાવીને સનસનાટી મચાવી દીધી છે. મેક્સવેલે નેધરલેન્ડ સામે માત્ર 40 બોલમાં સદી ફટકારીને ક્રિકેટના ઘણા રેકોર્ડ તોડ્યા હતા. આવી સ્થિતિમાં હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને ગ્લેન મેક્સવેલ પાસેથી ઘણી અપેક્ષાઓ હશે. મેક્સવેલ ઓસ્ટ્રેલિયા માટે બેટિંગ અને બોલિંગમાં સારુ પ્રદર્શન કરી શકે છે. હવે જોવાનું એ રહે છે કે આગામી વર્લ્ડ કપની મેચોમાં ગ્લેન મેક્સવેલ કેવું પ્રદર્શન કરે છે.
Published at : 26 Oct 2023 02:05 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
