શોધખોળ કરો
Anushka Sharma - Virat Kohli Welcome Baby Girl: વિરાટ અનુષ્કા બન્યા માતાપિતા, બંનેને ત્યાં થઈ લક્ષ્મીની પધરામણી, જાણો વિગત
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા માતા-પિતા બની ગયા છે.
![Anushka Sharma - Virat Kohli Welcome Baby Girl: વિરાટ અનુષ્કા બન્યા માતાપિતા, બંનેને ત્યાં થઈ લક્ષ્મીની પધરામણી, જાણો વિગત Anushka Sharma Virat Kohli Blessed With Baby Anushka Virat Welcome first baby today wishes pour in Anushka Sharma - Virat Kohli Welcome Baby Girl: વિરાટ અનુષ્કા બન્યા માતાપિતા, બંનેને ત્યાં થઈ લક્ષ્મીની પધરામણી, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/11220723/virat-anushka.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા માતા-પિતા બની ગયા છે. અનુષ્કાએ દિકરીને જન્મ આપ્યો છે. છેલ્લા ઘણા સમયથી વિરાટ-અનુષ્કા પોતાના પ્રથમ બાળકની રાહ જોઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિરાટ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરથી પરત ભારત આવી પહોંચ્યો હતો.
આ પહેલા પ્રેગનન્ટ અનુષ્કા શર્મા સોશ્યલ મીડિયા પર ઘણીવાર બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી તસવીરો શેર કરી હતી.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા. બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી બોલીવુડની પસંદગીની જોડીઓમાંથી એક છે. બંનેના ફોટો અથવા વીડિયો, સોશ્યલ મીડિયા પર છવાયેલા રહે છે.
અનુષ્કાએ પ્રેગ્નન્સીના છેલ્લાં દિવસો સુધી વર્કઆઉટ કર્યું હતું. અનુષ્કાએ ટ્રેડમિલ પર ચાલતી હોય તેવો વીડિયો હાલમાં જ શૅર કર્યો હતો. આ પહેલાં તેણે વિરાટ કોહલીની મદદથી શીર્ષાસન કર્યું હોય તેવી પોસ્ટ શૅર કરી હતી.
અનુષ્કાએ જાણીતા વોગ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. આ બોલ્ડ ફોટોશૂટમાં અનુષ્કાએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો. આટલું જ નહીં અનુષ્કાએ પ્રેગ્નન્સી જર્ની અંગે પણ વાત કરી હતી. અનુષ્કા શર્માએ વોગ સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'લૉકડાઉનને કારણે મારી સાથે પતિ વિરાટ કહોલી જ હતો. બધા જ ઘરની અંદર બંધ હોવાથી કોઈને પણ ખ્યાલ ના આવ્યો કે હું પ્રેગ્નન્ટ છું. કોરોના આ રીતે મારા માટે આશીર્વાદરૂપ બન્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)