Maharashtra Cabinet Expansion: શિંદે સરકારનું બીજુ કેબિનેટ વિસ્તરણ જલ્દી થશે, આટલા મંત્રીઓ થઈ શકે છે સામેલ
મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા સુધીર મુંગટીવારે શિંદે કેબિનેટના બીજા કેબિનેટ વિસ્તરણની માહિતી આપી છે.
![Maharashtra Cabinet Expansion: શિંદે સરકારનું બીજુ કેબિનેટ વિસ્તરણ જલ્દી થશે, આટલા મંત્રીઓ થઈ શકે છે સામેલ bjp minister sudhir mungantiwar said maharashtra cabinet expansion soon and 23 ministers can take oath Maharashtra Cabinet Expansion: શિંદે સરકારનું બીજુ કેબિનેટ વિસ્તરણ જલ્દી થશે, આટલા મંત્રીઓ થઈ શકે છે સામેલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/09/0474b88b858cda4319f2b4ad187406971660004494083144_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Maharashtra Cabinet Expansion: મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા સુધીર મુંગટીવારે શિંદે કેબિનેટના બીજા કેબિનેટ વિસ્તરણની માહિતી આપી છે. ભાજપના નેતા સુધીર મુંગટીવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટમાં હાલની ખાલી જગ્યાઓ ભરવા માટે ટૂંક સમયમાં કેબિનેટ વિસ્તરણની અપેક્ષા છે. એકનાથ શિંદે, જેમણે 30 જૂને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, તેમણે 9 ઓગસ્ટના રોજ પ્રથમ વખત તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું.
18 મંત્રીઓ પ્રથમ વખત સામેલ થયા
મહારાષ્ટ્ર સરકારે તે સમયે તેની મંત્રી પરિષદમાં 18 નવા મંત્રીઓનો સમાવેશ કર્યો હતો. બળવાખોર શિવસેના જૂથ અને ભારતીય જનતા પાર્ટીના નવ-નવ સભ્યોને તેમાં સ્થાન આપવામાં આવ્યું હતું, ત્યારબાદ મહારાષ્ટ્ર કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા બેથી વધીને 20 થઈ ગઈ હતી. "અમે તાજેતરમાં સરકાર બનાવી છે અને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત 20 મંત્રીઓને સામેલ કર્યા છે. નિયમો મુજબ, મહારાષ્ટ્રમાં 43 પ્રધાનો હોઈ શકે છે અને રાજ્ય સરકારમાં 23 વધુ પ્રધાનો હોઈ શકે છે.” મુનગંટીવારે કહ્યું કે અગાઉની સરકારમાં 33 પ્રધાનો હતા.
સીએમ અને ડેપ્યુટી સીએમ કેબિનેટ વિસ્તરણ પર ચર્ચા કરશે
બીજેપી નેતાએ કહ્યું, "મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કેબિનેટ વિસ્તરણ મુદ્દે ચર્ચા કરશે. નવા ધારાસભ્યોને સામાન્ય જનતાની સેવા કરવાની તક મળી શકે છે અને ટૂંક સમયમાં કેબિનેટનું વિસ્તરણ થવાની અપેક્ષા છે. એક મહિના બાદ 18 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા, જેમાં 9 મંત્રીઓ ભાજપના હતા અને 9 મંત્રીઓ એકનાથ શિંદે જૂથના હતા.
બીજેપી નેતાએ કહ્યું, રાજ્યના મંત્રીમંડળમાં 23 નવા મંત્રીઓ શપથ લે તવી શક્યતા છે. સદનમાં કુલ સભ્યોની સંખ્યાના 15 ટકા મંત્રી બનાવી શકાય છે. આ હિસાબે રાજ્યમાં કુલ 43 મંત્રી બનાવવામાં આવે તેવી સંભાવના છે. વર્તમાનમાં શિંદે કેબિનેટમાં સીએમ અને ડેપ્યુટી સીએમ સહિત 20 મંત્રી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના ખેડૂતો માટે કરી સૌથી મોટી જાહેરાત
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજીરીવાલ બે દિવસ ગુજરાત મુલાકાતે આવ્યા છે. આજે તેઓ પોરબંદર એરપોર્ટ પર ઉતરી ત્યાંથી દેવભૂમિ દ્વારકા પહોંચ્યા હતા. અહીં તેમણે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતના ખેડૂતોને 12 કલાક વિજળી આપવાની મહત્વની જાહેરાત કરી છે. કેજરીવાલે ગુજરાતના ખેડૂતોને એમએસપીની ગેરેન્ટી આપી. પાંચ પાકની ગેરેન્ટી આપી .ઘઉ, ચોખા,કપાસ ચણા અને મગફળીને એમએસપીના ભાવે ખરીદવાની ગેરેન્ટી આપી. ખેતી માટે વીજળી દિવસે આપવાની જાહેરાત કરી. 12 કલાક વીજળી આપીશું. જમીનોના સર્વે રદ કરવામાં આવશે અને ખેડૂતો સાથે મળીને નવો સર્વે કરવામાં આવશે.
મુખ્યમંત્રી અરવિંદ કેજીરીવાલે કહ્યું, નર્મદાના કેચમેન્ટ એરિયામા પાણી આપવામાં આવશે. ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવશે. જો ખેડૂતોનો પાક ખરાબ થશે તો એક એકરના 20 હજાર લેખે સહાય ચૂકવવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે, અમારી સાથે ભગવાન શ્રીકૃષ્ણ છે. ઈશુદાન ગઢવીએ કહ્યું કે, હું એલાન કરું છું કે, આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે. ખેડૂત કહેશે ત્યાં જ વીજકંપનીના થાંભલા નાખવામાં આવશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)