IND vs ENG: કુલદીપ-સુંદર-પંત OUT, વરુણ અને અર્શદીપ IN; પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ-11
IND vs ENG 1st ODI, India Playing 11: ભારતનો ODI ટીમમાં ટોપ ઓર્ડર પહેલાથી જ ફિક્સ છે. કેપ્ટન રોહિત શર્મા અને યુવા સ્ટાર શુભમન ગિલ ઇનિંગની શરૂઆત કરતા જોવા મળશે

IND vs ENG 1st ODI, India Playing 11: ટી20 સીરીઝમાં ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયા ઓડીઆઈ સીરીઝમાં ઈંગ્લેન્ડને હરાવવા માટે ઉતરશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI સીરીઝની પહેલી મેચ 6 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ નાગપુરમાં રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે તે અહીં જાણો.
ભારતનો ODI ટીમમાં ટોપ ઓર્ડર પહેલાથી જ ફિક્સ છે. કેપ્ટન રોહિત શર્મા અને યુવા સ્ટાર શુભમન ગિલ ઇનિંગની શરૂઆત કરતા જોવા મળશે. આ પછી, વિરાટ કોહલી ત્રીજા નંબર પર રમશે તે નિશ્ચિત છે. વિરાટે 2023ના ODI વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા વિરાટ પાસે પોતાનું ફોર્મ બતાવવાની સારી તક છે. આ પછી, ચોથા નંબર પર શ્રેયસ ઐય્યરનું સ્થાન પણ નિશ્ચિત થઈ ગયું છે.
ઋષભ પંત અને કુલદીપને કરવો પડશે ઇન્તજાર
જ્યારે આ સીરીઝ માટે ટીમની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે સ્પષ્ટ કર્યું હતું કે વિકેટકીપર તરીકે કેએલ રાહુલ પહેલી પસંદગી હશે. આવી સ્થિતિમાં, ઋષભ પંત ચોક્કસપણે ટીમનો ભાગ છે, પરંતુ તેના માટે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવું મુશ્કેલ લાગે છે. આ સાથે સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર અને ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવ પણ બેન્ચ પર બેઠેલા જોઈ શકાય છે.
અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીને મળશે મોકો ?
ઈંગ્લેન્ડ સામેની પહેલી વનડેમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ ફાસ્ટ બોલિંગ વિભાગની જવાબદારી અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમીને સોંપી શકે છે. આ ઉપરાંત, હાર્દિક પંડ્યા પણ આ બંનેને ટેકો આપવા માટે હાજર રહેશે. આ ઉપરાંત, સ્પિન વિભાગમાં રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ સાથે વરુણ ચક્રવર્તીને તક મળવાની અપેક્ષા છે. આ રહસ્યમય સ્પિનરને છેલ્લી ઘડીએ ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વરુણ ચક્રવર્તીએ ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં સૌથી વધુ 14 વિકેટ લીધી હતી.
ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી.
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
