શોધખોળ કરો
Advertisement
મોટેરામાં મેચ જોવા જવું હોય તો ચેતી જજો, પાર્કિંગ માટે લેવી પડશે ઓનલાઈન ટિકિટ
મેચને ધ્યાનમાં રાખીને સોમવારે આખો દિવસ સ્ટેડિયમ પર મીટિંગ ચાલી હતી. જેમાં પાર્કિંગ તેમજ ટ્રાન્સપોર્ટેશન ઉપર જ ભાર મૂકાયો હતો.
મોટેરા સ્ટેડિમમાં 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચ જોવા જનારા પ્રેક્ષકોએ મેચની જેમ વાહન પાર્ક કરવાની ટિકિટ પણ ઓનલાઈન એપથી બુક કરાવવી પડશે. ટુ વ્હીલર માટે રૂ.30 જ્યારે કાર માટે રૂ.100 પાર્કિંગ ચાર્જ છે. પાર્કિંગ માટે 27 પ્લોટ ફાળવાયા છે.
પાર્કિંગ પ્લોટ સિવાય કોઈ અન્ય જગ્યાએ વાહન પાર્ક કર્યું તો પોલીસ ટો કરશે. મેચને ધ્યાનમાં રાખીને સોમવારે આખો દિવસ સ્ટેડિયમ પર મીટિંગ ચાલી હતી. જેમાં પાર્કિંગ તેમજ ટ્રાન્સપોર્ટેશન ઉપર જ ભાર મૂકાયો હતો.
મેચ દરમિયાન મોટેરા સ્ટેડિયમ ઉપર, દરેક પાર્કિંગ પ્લોટની બહાર તેમજ પાર્કિંગની સ્ટેડિયમ સુધીના રસ્તા ઉપર ટ્રાફિક પોલીસના 1155 અધિકારી - કર્મચારી તહેનાત રહેશે. મેચ જોવા માટે ખાનગી વાહનમાં આવતા પ્રેક્ષકોએ ટિકિટની જેમ જ ફરજિયાત પાર્કિંગ પણ ઓન લાઈન બુક કરાવવું પડશે.
ઓનલાઈન પાર્કિંગ બુક કરાવનારા પ્રેક્ષકો માટે સ્ટેડિયમની આસપાસ 27 પ્લોટ બુક કરવામાં આવ્યા છે. જો કે ઓન લાઈન પાર્કિંગ બુક નહીં કરાવનારને પાર્કિંગ પ્લોટમાં વાહન પાર્ક કરવા દેવામાં આવશે નહીં. જ્યારે સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં રોડ ઉપર ટ્રાફિકને અડચણરુપ રીતે જો કોઈ પણ વાહન પાર્ક કરેલું હશે તો ટ્રાફિક પોલીસ તે વાહન ટો કરી લેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement