શોધખોળ કરો

IND-PAK : ભારત-પાક.ની મેચ વખતે અમદાવાદ આવવું પડશે મોંઘુ, રૂ. 3000ની ટિકિટના 25,000

અમદાવાદમાં આ મેચના દિવસો દરમિયાન હોટલના ભાવ આસમાને પહોંચ્યા બાદ હવે વિમાનની ટિકિટના ભાવ આસમાને પહોંચી ગયા છે.

IND vs PAK, World Cup 2023: દુનિયાભરના ચાહકો ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની ભારે આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. વર્ષો બાદ ક્રિકેટ રસિયાઓને આ મેચ નિહાળવા મળશે. પરંતુ તેના માટે ફદિયા ઢીલા કરવા પડશે. અમદાવાદમાં આ મેચના દિવસો દરમિયાન હોટલના ભાવ આસમાને પહોંચ્યા બાદ હવે વિમાનની ટિકિટના ભાવ આસમાને પહોંચી ગયા છે. એરફેરમાં અધધ 300 ટકા જેટલો માન્યામાં ના આવે તેટલો વધારો થયો છે. 

ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાનની ટીમો 15 ઓક્ટોબરે આમને-સામને થશે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં અદભૂત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 14 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર દરમિયાન અમદાવાદ જતી ફ્લાઈટ્સના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. હકીકતમાં આ તારીખે ભારત-પાકિસ્તાન મેચને કારણે ફ્લાઈટના ભાડામાં લગભગ 300 ટકાનો વધારો થયો છે.

ફ્લાઇટના ભાડામાં ધરખમ વધારો

જો તમે 14 ઓક્ટોબરથી 16 ઓક્ટોબરની વચ્ચે ફ્લાઈટ દ્વારા અમદાવાદ જવાનું વિચારી રહ્યા છો, તો તમારે લગભગ 300 ટકા વધુ પૈસા ખર્ચવા પડશે. આ તારીખોમાં મુંબઈથી અમદાવાદ જવા માટે 22 હજાર રૂપિયા ખર્ચવા પડશે. બીજી તરફ, જો તમારે દિલ્હીથી અમદાવાદ જવું હોય તો તમારે 21,000 રૂપિયા ચૂકવવા પડશે. 14 ઓક્ટોબરથી 16 ઓક્ટોબરની વચ્ચે કોલકાતાથી અમદાવાદ જવા માટે 42 હજાર રૂપિયા ચૂકવવા પડશે. જો તમે બેંગ્લોરથી અમદાવાદ જવા માંગો છો તો તમારે 18 હજાર રૂપિયા ખર્ચવા પડશે.

ભારત-પાકિસ્તાન મેચ માટે ચાહકોમાં અદભૂત ઉત્સાહ

આ સિવાય જો તમે હૈદરાબાદથી અમદાવાદ જવાનું વિચારી રહ્યા છો તો તમારે લગભગ 35 હજાર રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ચેન્નાઈથી અમદાવાદ જવા માટે 45 હજાર ચૂકવવા પડશે. જો તમે આ તારીખોમાં ચંદીગઢથી અમદાવાદ જવા માંગો છો તો તમારે 24,000 રૂપિયા ચૂકવવા પડશે. મહત્વપૂર્ણ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે મેચ રમાશે. જોકે, વર્લ્ડકપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. જ્યારે વર્લ્ડ કપ 2023ની ટાઈટલ મેચ 19 નવેમ્બરે રમાશે.

વર્લ્ડકપની મેચોને ધ્યાનમાં રાખી હોસ્પિટાલિટી સર્વિસ ટેક્નોલોજી પ્લેટફોર્મ OYO એ જણાવ્યું હતું કે, તે ભારતમાં આગામી ODI ક્રિકેટ વર્લ્ડ કપની મેચ હોસ્ટ કરતા શહેરોમાં આગામી ત્રણ મહિનામાં લગભગ 500 નવી હોટલ ઉમેરવાની યોજના ધરાવે છે. ઓયોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વર્લ્ડ કપ ટુર્નામેન્ટ મેચોના સ્થળોની આસપાસની હોટલોને એકસાથે જોડવામાં આવશે. વિશ્વભરમાંથી આવતા ક્રિકેટ પ્રેમીઓને ધ્યાનમાં રાખીને નવા હોટલ પ્લેટફોર્મને જોડવાની તૈયારી ચાલી રહી છે.

કંપનીએ શું કહ્યું

કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ઓયો આગામી ત્રણ મહિનામાં વિશ્વ કપની મેચ હોસ્ટ કરી રહેલા શહેરોમાં 500 હોટલ ઉમેરશે. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે જે મુલાકાતીઓ તેમની મનપસંદ ટીમની રમત જોવા આવે છે તેમને આરામદાયક અને સસ્તું રહેઠાણ પૂરું પાડવામાં આવે.

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
SA vs PAK: પાકિસ્તાની ખેલાડીઓની કપાશે મેચ ફી, ICCએ ફટકાર્યો ભારે દંડ
SA vs PAK: પાકિસ્તાની ખેલાડીઓની કપાશે મેચ ફી, ICCએ ફટકાર્યો ભારે દંડ
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
Embed widget