(Source: ECI/ABP News/ABP Majha)
IND vs IRE: ડેબ્યૂ ઈનિંગમાં તોફાની બેટિંગ કરી છવાઈ ગયો રિંકુ સિંહ, ફેન્સ બોલ્યા- ટીમ ઈન્ડિયાને મળી ગયો ફિનિશર
આયરલેન્ડ સામેની બીજી T20માં રિંકુ સિંહની શાનદાર બેટિંગ જોવા મળી હતી. આ તેની કારકિર્દીની બીજી મેચ હોવા છતાં તે પ્રથમ વખત બેટિંગ કરવા આવ્યો હતો.
IND vs IRE 2nd T20, Rinku Singh: આયરલેન્ડ સામેની બીજી T20માં રિંકુ સિંહની શાનદાર બેટિંગ જોવા મળી હતી. આ તેની કારકિર્દીની બીજી મેચ હોવા છતાં તે પ્રથમ વખત બેટિંગ કરવા આવ્યો હતો. આ જ કારણથી તે પોતાની ડેબ્યૂ ઇનિંગમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી ઘણી વાહવાહી લૂંટી રહ્યો છે.
આયર્લેન્ડ સામેની બીજી T20માં રિંકુ સિંહે માત્ર 21 બોલમાં 38 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી બે ચોગ્ગા અને ત્રણ ગગનચુંબી સિક્સર જોવા મળી હતી.
Highest SR by an Indian in T20I Debut Innings.
— Troll Cricket Tamil Version (@tctv1offl) August 20, 2023
183.87 - Suryakumar Yadav
180.95 - Rinku Singh*
177.27 - Tilak Varma
(30+ RUNS)#RinkuSingh #IndvsIre pic.twitter.com/p6Zyl0fek5
'Rinku singh finish the match for india'
Every small Town boy from india:#INDvsIRE #RinkuSingh pic.twitter.com/Sh0C7fK7PK — Prayag (@theprayagtiwari) August 20, 2023
'Rinku singh finish the match for india'
— Prayag (@theprayagtiwari) August 20, 2023
Every small Town boy from india:#INDvsIRE #RinkuSingh pic.twitter.com/Sh0C7fK7PK
રિંકુની તોફાની ઇનિંગની મદદથી ટીમ ઇન્ડિયાએ છેલ્લી બે ઓવરમાં 42 રન બનાવ્યા હતા. 18 ઓવરના અંતે ટીમ ઈન્ડિયાનો સ્કોર માત્ર 143 રન હતો. રિંકુની આ તોફાની ઈનિંગ્સ જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.
ટીમ ઈન્ડિયાની ઈનિંગ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત કરી હતી. ભારતની પ્રથમ વિકેટ ચોથી ઓવરમાં 29 રનના સ્કોર પર પડી હતી. યશસ્વી જયસ્વાલ 11 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 18 રન બનાવીને આઉટ થયો હતો. જોકે, આ પછી તરત જ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા તિલક વર્મા પણ પેવેલિયન પરત ફર્યો હતો. તેણે માત્ર એક રન બનાવ્યો હતો.
Kiran More said, "Rinku Singh has the potential to become a great finisher like MS Dhoni and Yuvraj Singh". (JioCinema). pic.twitter.com/PRkqV5S60H
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 19, 2023
34 રનમાં બે વિકેટ પડી ગયા બાદ ગાયકવાડ અને સંજૂ સેમસને ઈનિંગને સંભાળી હતી. બંનેએ પહેલા સમજદારીપૂર્વક બેટિંગ કરી અને પછી સેટ થયા બાદ ઝડપી રન બનાવ્યા. બંને વચ્ચે 71 રનની ભાગીદારી થઈ હતી. સેમસને 26 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા. તેને બેન્જામિન વ્હાઇટે બોલ્ડ કર્યો હતો.
આ પછી ગાયકવાડે પોતાનો પચાસ રન પુરા કર્યો. પરંતુ તે પછી તે 58ના અંગત સ્કોર પર આઉટ થયો હતો. અંતમાં રિંકુ સિંહે શાનદાર બેટિંગ કરી હતી. રિંકુ સિંહે માત્ર 21 બોલમાં 38 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા નીકળ્યા હતા. શિવમ દુબે બે છગ્ગાની મદદથી 16 બોલમાં 22 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.
પ્રથમ ટી20 મેચમાં આયરલેન્ડ 7 વિકેટો ગુમાવીને 139 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 2 વિકેટો ગુમાવીને 47 રન બનાવ્યા હતા. પરંતુ વરસાદના કારણે ડકવર્થ લૂઈસ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. આ હિસાબે ટીમ ઈન્ડિયા 2 રન આગળ હતી. જેથી તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.