Kohli Reaction Viral: સેંટનરની બોલિંગમા ક્લીન બોલ્ડ થયો વિરાટ કોહલી, વાયરલ થયું રિએક્શન, જુઓ વીડિયો
Kohli Reaction Viral:વિરાટ કોહલી ઓફ સ્ટમ્પ પર આવેલા બોલને સમજી શક્યો ન હતો. બેકફૂટ પર આગળના બોલને રમવાની પ્રક્રિયામાં કોહલી સંપૂર્ણપણે ચૂકી ગયો. આઉટ થયા બાદ વિરાટ કોહલીની પ્રતિક્રિયા વાયરલ થઈ હતી.
IND vs NZ, Virat Kohli: હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડે રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ 175 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.
રોહિત શર્માં 38 બોલમાં 34 રન, વિરાટ કોહલી 10 બોલમાં 8 રન, ઈશાન કિશન 14 બોલમાં 5 રન અને સૂર્યકુમાર યાદવ 26 બોલમાં 31 રન બનાવી આઉટ થયા હતા. વિરાટ કોહલી સેન્ટરની ઓવરમાં બોલ્ડ થયો હતો. વિરાટ કોહલી ઓફ સ્ટમ્પ પર આવેલા બોલને સમજી શક્યો ન હતો. બેકફૂટ પર આગળના બોલને રમવાની પ્રક્રિયામાં કોહલી સંપૂર્ણપણે ચૂકી ગયો. આઉટ થયા બાદ વિરાટ કોહલીની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
વિરાટ જબરદસ્ત ફોર્મમાં
એક સમયે રનમશીન તરીકે ઓળખાતો વિરાટ કોહલી ફરી ફોર્મમાં આવ્યો છે. વર્ષ 2020 અને 2021માં તેના બેટમાંથી એક પણ સદી નથી આવી, પરંતુ 2022ના અંતે, 1020 દિવસ પછી, તેણે બાંગ્લાદેશ પ્રવાસ પર સદી ફટકારી. તેની સાથે જ ફોર્મ પાછ આવ્યું. વર્ષ 2023ની પ્રથમ શ્રેણીમાં એટલે કે શ્રીલંકા સામે તેણે ત્રણ મેચમાં બે સદી ફટકારી હતી. હવે ચીકુ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના 49 સદીના રેકોર્ડથી માત્ર થોડો દૂર છે. 2008માં શ્રીલંકા સામે ડેબ્યૂ કરનાર દિલ્હીના આ બેટ્સમેને અત્યાર સુધીમાં 46 ODI સદી ફટકારી છે.
Bowled! Santner beats Kohli to silence the stadium #INDvNZ pic.twitter.com/T9rB2o1p0P
— Ritwik Ghosh (@gritwik98) January 18, 2023
વન ડે ઈન્ટનેશલમાં સૌથી વધુ ઝડપી 1000 રન બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો ગિલ
ગિલે શાનદાર ફોર્મ જાળવી રાખતા સતત બીજી વન ડે મેચમાં સદી ફટકારી હતી. ગિલે 87 બોલમાં સદી પૂરી કરી હતી. ન્યૂઝીલેન્ડ સામે તેણે પ્રથમ સદી ફટકારી હતી. ગિલે 14 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા શ્રીલંકા સામે રમાયેલી ત્રીજી વન ડેમાં પણ ગિલે સદી ફટકારી હતી. આ દરમિયાન ગિલે વન ડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો.
- 18 ઈનિંગ- ફખર જમાન, પાકિસ્તાન
- 19 ઈનિંગ- શુબમન ગિલ, ભારત અને ઈન્ઝમામ ઉલ હક – પાકિસ્તાન
- 21 ઈનિંગઃ વિવ રિચાર્ડ્સ- વેસ્ટ ઈન્ડિઝ, કેવિન પીટરસન- ઈંગ્લેન્ડ, જોનાથન ટ્રોટ –ઈંગ્લેન્ડ, ક્વિન્ટન ડી કોક – સાઉથ આફ્રિકા, બાબર આઝમ – પાકિસ્તાન, રુસિ ડુસેન – સાઉથ આફ્રિકા
આજની વન ડેમાં રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ત્રીજી ઓવરના છેલ્લા બોલે સિક્સર ફટકારીને એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો ન્યૂઝીલેન્ડ માટે હેનરી શિપલી ઇનિંગ્સની ત્રીજી ઓવર કરી રહ્યો હતો. રોહિત શર્માએ ઓવરના છેલ્લા બોલે સિક્સર ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. રોહિત શર્મા ભારતમાં ODI ઈતિહાસમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો છે. હિટમેનના નામથી પ્રખ્યાત રોહિત શર્માએ સમાચાર લખ્યા ત્યાં સુધી તેની ઇનિંગ્સમાં બે સિક્સર ફટકારી છે અને આ રીતે ભારતમાં તેની સિક્સરની સંખ્યા વધીને 125 થઈ ગઈ છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ સાથે એમએસ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. તેની પ્રથમ છગ્ગા સાથે, રોહિત શર્મા ભારતમાં ODI ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો. એમએસ ધોનીએ ભારતમાં ODI ઈતિહાસમાં 123 સિક્સર ફટકારી છે. આ યાદીમાં ત્રીજું સ્થાન મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનું છે, જેણે 71 છગ્ગા ફટકાર્યા છે.
ભારતની આજની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.