India vs Pakistan: આજે પાકિસ્તાનને હરાવવા રોહિતે મેદાનમાં ઉતાર્યા આ બે ઘાતક ખેલાડીઓ, જુઓ પ્લેઇંગ ઇલેવન
ભારતીય ટીમ આજે પાકિસ્તાની ટીમ સામે મેચ જીતવા માટે જબરદસ્ત સ્ટ્રૉન્ગ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી છે. આજે લાંબા સમય બાદ બે ઇજાગ્રસ્ત ખેલાડીઓની ટીમમાં વાપસી થઇ છે,
India vs Pakistan: આજે એશિયા કપની સુપર 4 મેચ માટે ભારત-પાકિસ્તાનની ટીમ સ્ટેડિયમ પહોંચી ગઈ છે. બન્ને ટીમો આજે શ્રીલંકાના કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં આમને સામને ટકરાશે. આ પહેલા હવામાનને લઇને પણ અપડેટ સામે આવ્યુ છે, આજે ચોખ્ખુ હવામાન દેખાઇ રહ્યું છે. આજે પાકિસ્તાની ટીમે ટૉસ જીતીને ફરી એકવાર ટીમ ઇન્ડિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ છે, ખાસ વાત છે કે, આજે પણ કેપ્ટન રોહિત શર્મા પહેલા બેટિંગ કરવા જ ઇચ્છતો હતો, અને બાબરે તેને બેટિંગ માટે આમંત્રણ આપી દીધુ છે.
કયા કયા ખેલાડીઓની થઇ વાપસી
ભારતીય ટીમ આજે પાકિસ્તાની ટીમ સામે મેચ જીતવા માટે જબરદસ્ત સ્ટ્રૉન્ગ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી છે. આજે લાંબા સમય બાદ બે ઇજાગ્રસ્ત ખેલાડીઓની ટીમમાં વાપસી થઇ છે, પ્રથમ મેચમાં જસપ્રીત બુમરાહને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ વરસાદના કારણે મેદાન પર ઉતરી શક્યો ન હતો. આજે પાકિસ્તાન સામે કેપ્ટન રોહિત શર્માએ એકદમ સ્ટ્રૉન્ગ પ્લેઇંગ ઇલેવનને મેદાનમાં ઉતારી છે, આજે સ્ટાર ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ અને ઘાતક બૉલર જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઇ છે.
પાકિસ્તાન સામે ઘાતકી બૉલર અને બેટ્સમેનની વાપસી -
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર.
ભારત અને પાકિસ્તાન સહિત વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર છે. કોલંબોમાં વરસાદ નથી. હવામાન એકદમ સ્વચ્છ છે. ભારત-પાકિસ્તાન મેચ સમયસર શરૂ થશે.
ભારત-પાકિસ્તાન હેડ ટૂ હેડ રેકોર્ડ
એશિયા કપના વનડે ફૉર્મેટના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન કુલ 14 વાર આમને સામને ટકરાઇ ચૂક્યા છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ 7 મેચ જીતી છે. 5 મેચમાં પાડોશી પાકિસ્તાન જીત મેળવી શક્યુ છે, જ્યારે બે મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ.
એશિયા કપ 2023માં આજે મહામુકાબલો રમાઇ રહ્યો છે, બે કટ્ટર હરિફો ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઇ રહી છે, બન્ને દેશો શ્રીલંકાના પ્રેમદાસા સ્ટેડિયમમાં આમને સામને ટકરાઇ રહ્યાં છે. બન્ને વચ્ચેની પ્રથમ લીગ મેચમાં વરસાદી વિઘ્ન નડ્યો હતો અને મેચ પુરી ન હતી થઇ શકી. બાદમાં મેચમાં બન્ને ટીમોને પૉઇન્ટ વહેંચવામાં આવ્યા હતા. આજે બન્ને ટીમો ફરી એકવાર સુપર 4માં ટકરાઇ રહી છે. ટૂર્નામેન્ટના આ તબક્કે ભારતની આ પ્રથમ મેચ હશે. પાકિસ્તાનની ટીમ બાંગ્લાદેશ સામેની મેચ બાદ આ બીજી મેચ રમી રહી છે. આ પહેલા પાકિસ્તાને સુપર 4ની પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતુ. ક્રિકેટ ફેન્સ આજની મેચને લઈને ભારે ઉત્સાહમાં છે.