Ind vs SA, 1st Innings Highlights: સાઉથ આફ્રિકાએ પ્રથમ ઈનિંગમાં લીધી 27 રનની લીડ, શાર્દુલ ઠાકુરની 7 વિકેટ
IND vs SA, 2nd Test, Wanderers Stadium: ભારત તરફથી શાર્દુલ ઠાકુરે કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરતાં 61 રનમાં 7 વિકેટ લીધી હતી. શમીએ 52 રનમાં 2 તથા બુમરાહે 49 રનમાં 1 વિકેટ લીધી હતી.
IND vs SA, 2nd Test, Wanderers Stadium: બીજી દિવસે સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ ઈનિંગમાં 229 રન બનાવી ઓલઆઉટ થતાં ભારત પર 27 રનની લીડ લીધી હતી. સાઉથ આફ્રિકા તરફથી પીટરસને 62 રન, બાવુમાએ 51 રન બનાવ્યા હતા. ડીન એલ્ગરે 28 રન બનાવ્યા હતા. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરતાં 61 રનમાં 7 વિકેટ લીધી હતી. શમીએ 52 રનમાં 2 તથા બુમરાહે 49 રનમાં 1 વિકેટ લીધી હતી.
ભારતે પ્રથમ ઈનિંગમાં 202 રન બનાવ્યા
જોહાનિસબર્ગમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતના કેપ્ટન કેએલ રાહુલ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. જોકે ભારતીય ટીમ 202 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કેપ્ટન કેએલ રાહુલે સર્વાધિક 50 રન બનાવ્યા હતા. અશ્વિને 46 રન, અંગ્રવાલે 26 રન, હનુમા વિહારીએ 20 રન અને પંતે 17 રનનું યોગદાન આપ્યું હતું. બુમરાહ 14 રને નોટ આઉટ રહ્યો હતો. પ્રથમ ટેસ્ટની જેમ બીજી ટેસ્ટમાં પણ ચેતેશ્વર પુજારા અને અજિંકય રહાણેને ફ્લોપ શો શરૂ રહ્યો હતો. પુજારાએ 3 રન બનાવ્યા હતા જ્યારે રહાણે ખાતુ પણ ખોલી શક્યો નહોતો. દક્ષિણ આફ્રિકાથી જેન્સેનને 31 રનમાં 4 અને રબાડા તથા ઓલિવેરે 64 રનમાં 3-3 વિકેટ ઝડપી હતી.
આ મેદાન પર પ્રથમ ઈનિંગમાં ઓછો સ્કોર બનાવીને મેચ જીતનારી ટીમ
- 187 રન, ભારત વિ સાઉથ આફ્રિકા, 2017-18
- 199 2ન, સાઉથ આફ્રિકા વિ ઓસ્ટ્રેલિયા, 1966-67
- 226 રન, સાઉથ આફ્રિકા વિ ન્યૂઝીલેન્ડ, 200708
આ મેદાન પર પ્રથમ ઈનિંગમાં ઓછો સ્કોર બનાવીને મેચ જીતનારી ટીમ
- 187 રન, ભારત વિ સાઉથ આફ્રિકા, 2017-18
- 199 2ન, સાઉથ આફ્રિકા વિ ઓસ્ટ્રેલિયા, 1966-67
- 226 રન, સાઉથ આફ્રિકા વિ ન્યૂઝીલેન્ડ, 200708
આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી છે ભારતીય ટીમ
કેએલ રાહુલ (કેપ્ટન),મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત (વિ.કી.), આ અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, સિરાજ
દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન આ પ્રમાણે છે
ડીન એલ્ગર (કેપ્ટન), એડન માર્કરમ, કીગન પીટરસન, રેસી વેન ડેર ડૂસેન, તેમ્બા બઉમા, કાઈલ વેરેના (વિકેટ કીપર), માર્કો જેનસેન, કગિસો રબાડા, કેશવ મહારાજ, ડુઆને ઓલિવિયર, લુંગી એન્ગિડી
Shardul Thakur finishes with a seven-wicket haul as South Africa are bowled out for 229.
— ICC (@ICC) January 4, 2022
Watch #SAvIND live on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺#WTC23 | https://t.co/WrcdXdQlUm pic.twitter.com/hlVXrmUO63