શોધખોળ કરો

Virat Kohli: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટના 16 વર્ષ પુરા, આજના જ દિવસે 'કિંગ કોહલી'એ કર્યુ હતુ ડેબ્યૂ

Virat Kohli : 16 વર્ષ પહેલા આ દિવસે (18 ઓગસ્ટ) વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. કોહલીએ પોતાની કારકિર્દીની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ શ્રીલંકા સામે રમી હતી

Virat Kohli Completed 16 Years In International Cricket: 16 વર્ષ પહેલા આ દિવસે (18 ઓગસ્ટ) વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. કોહલીએ પોતાની કારકિર્દીની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ શ્રીલંકા સામે રમી હતી. તેણે ODI દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. તેની કારકિર્દીની શરૂઆતથી જ કિંગ કોહલીએ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનું શરૂ કર્યું અને પછી તેને ક્રિકેટના 'કિંગ' તરીકેનો ખિતાબ મળ્યો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા પછી તેના શાનદાર પ્રદર્શનને કારણે વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયામાં પોતાને સ્થાપિત કરી અને પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. પછી ધીમે-ધીમે તેને કેપ્ટન તરીકે જોવામાં આવવા લાગ્યો. ત્યારબાદ એમએસ ધોની બાદ કોહલીને ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો. કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ નવી ઊંચાઈઓ હાંસલ કરી છે.

ODI દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનારા કિંગ કોહલીએ ધીરે-ધીરે ત્રણેય ફોર્મેટમાં ટીમમાં પોતાની જગ્યા બનાવી લીધી. 2010માં તેણે T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું અને પછી 2011માં કિંગ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો. ત્રણેય ફોર્મેટની ટીમમાં જગ્યા બનાવ્યા બાદ કોહલીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી.

ટી20 ઇન્ટરનેશનલને કહી ચૂક્યો છે અલવિદા 
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતતાની સાથે જ વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલને અલવિદા કહી દીધું હતું. તેણે ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે હવે યુવાઓને તક આપવાનો વારો છે.

અત્યાર સુધી આવી રહી ઇન્ટરનેશનલ કેરિયર 
નોંધનીય છે કે વિરાટ કોહલીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 113 ટેસ્ટ, 295 વનડે અને 125 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટની 191 ઇનિંગ્સમાં તેણે 49.15ની એવરેજથી 8848 રન બનાવ્યા છે. કિંગ કોહલીએ ટેસ્ટમાં 29 સદી અને 30 અડધી સદી ફટકારી છે, જેમાં તેનો ઉચ્ચ સ્કોર 254* રન છે.

આ સિવાય ODIની 283 ઇનિંગ્સમાં તેણે 58.18ની એવરેજથી 13906 રન બનાવ્યા છે, જેમાં 50 સદી અને 72 અડધી સદી સામેલ છે. T20 ઇન્ટરનેશનલની બાકીની 117 ઇનિંગ્સમાં, કિંગ કોહલીએ 48.69ની એવરેજ અને 137.04ના સ્ટ્રાઇક રેટથી 4188 રન બનાવ્યા, જેમાં 1 સદી અને 38 અડધી સદી સામેલ છે.

આ પણ વાંચો

IPL 2025ને લઈને સામે આવ્યા મોટા સમાચાર, ધોની માટે જૂનો નિયમ ફરી લાવવાની તૈયારીમાં BCCI

IPLમાંથી ખતમ થવા જઈ રહ્યો છે ઇમ્પેક્ટ પ્લેયરનો રૂલ? BCCI સેક્રેટરી જય શાહે આપી માહિતી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ

Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

PM Modi Participates Ganpati Puja:  મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ

ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ  | નેતાજીનો બકવાસHun to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં લવ જેહાદની આશંકા કેમ?Ahmedabad News | પુરવઠા વિભાગની બેદરકારીથી કરોડો રૂપિયાનું સરકારી અનાજ પલળ્યું, જુઓ VIDEOAlcohol Prohibition | દારૂબંધી અંગે ગૃહ વિભાગનો આશ્ચર્યજનક પરિપત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
PM Modi Participates Ganpati Puja:  મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
PM Modi Participates Ganpati Puja: મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની  PM E-DRIVE યોજનાને આપી મંજૂરી

Rahul Gandhi: રાહુલ ગાંધીના ઘર બહાર બીજેપીના શીખ નેતાઓની બબાલ! અટકાયત કરી તો કહ્યું- રાજીવ ગાંધીનો સમય ભુલી ગયા?

Gujarat Police: સાયબર સુરક્ષા હેલ્પલાઈનમાં ગુજરાત પોલીસ મોખરે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મળ્યો વિશેષ એવોર્ડ

અરવિંદ કેજરીવાલને રાહત નહીં, રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં 25 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારી

Embed widget