શોધખોળ કરો

INDW vs SAW: જર્સી નંબર 7 અને 18... હરમનપ્રીત અને મંધાનામાં ફેન્સને જોવા મળી ધોની-કોહલીની ઝલક, જુઓ રિએક્શન

Kohli And Dhoni: ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે બે બાજુ રમી રહી છે, એકબાજુ પુરુષ ટીમ આઇસીસી ટી20 વર્લ્ડકપ 2024 રમી રહી છે, તો વળી ભારતીય મહિલા ટીમ સાઉથ આફ્રિકા સામે વનડે સીરીઝ રમી રહી છે

Smriti Mandhana and Harmanpreet Kaur Bond Kohli And Dhoni: ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે બે બાજુ રમી રહી છે, એકબાજુ પુરુષ ટીમ આઇસીસી ટી20 વર્લ્ડકપ 2024 રમી રહી છે, તો વળી ભારતીય મહિલા ટીમ સાઉથ આફ્રિકા સામે વનડે સીરીઝ રમી રહી છે. મહિલા ભારતીય ક્રિકેટ ટીમે ગયા બુધવારે (19 જૂન) સળંગ બીજી ODIમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. આ મેચમાં ભારત તરફથી સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરે સદીની ઇનિંગ્સ રમી હતી. મેચ દરમિયાન સ્મૃતિ મંધાના અને કેપ્ટન હરમનપ્રીત વચ્ચે સુંદર બોન્ડ જોવા મળ્યો હતો. બંને વચ્ચેના આ બોન્ડને જોઈને ચાહકોને પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની અને વિરાટ કોહલીની યાદ આવી ગઈ. હરમનપ્રીત અને મંધાનાની જર્સી નંબર પણ ધોની અને કોહલીની જેમ 18 અને 7 છે, જેથી ચાહકો આ બોન્ડને વધુ સારી રીતે રિલેટ કરી શકે.

સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરની સદીઓ બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું હતું. ફેન્સ ધોની અને કોહલીને યાદ કરવા લાગ્યા. કોઈએ 7 અને નંબર 18 નંબરની જર્સીને ટીમ ઈન્ડિયાનો આધારસ્તંભ ગણાવ્યો, તો કોઈએ આ જર્સી વિશે કંઈક અલગ જ વાત કહી. કેટલાક ચાહકોએ આ જર્સી નંબરોને ટીમ ઈન્ડિયાનું ગૌરવ ગણાવ્યું હતું. એક યુઝરે ભાવુક થઈને લખ્યું, "જર્સી નંબર 7 અને 18 વિરોધીઓની ધોલાઈ કરી રહ્યા છે, અમે આ પહેલા પણ જોયું છે. આ જાદુ છે. જર્સી નંબર 7 અને 18 પર ચાહકોની રસપ્રદ પ્રતિક્રિયા જુઓ અહીં...

હરમનપ્રીત કૌર અને મંધાનાએ શતકીય ઇનિંગ રમીને ટીમ ઇન્ડિયાએ અપાવી જીત 
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 3 વિકેટે 325 રન બનાવ્યા હતા. ટીમ માટે સ્મૃતિ મંધાનાએ 120 બોલમાં 18 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 136 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન હમરનપ્રીત કૌરે 88 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 103* રનની ઇનિંગ રમી હતી.

ત્યાર બાદ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 50 ઓવરમાં 6 વિકેટે 321 રન જ બનાવી શકી હતી. આ રીતે આફ્રિકાની મહિલા ટીમને 4 રને મેચ હારવી પડી હતી. જોકે આફ્રિકા તરફથી બે સદીની ઇનિંગ્સ પણ જોવા મળી હતી. આફ્રિકા માટે કેપ્ટન લૌરા વોલ્વાર્ડે 135 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 135* રન બનાવ્યા અને મેરિજેન કેપે 94 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 114 રન બનાવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો
એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યુંVadodara: કાયદાના રક્ષકો બન્યા ભક્ષક, દુષ્કર્મના આરોપીને પકડવા ફરિયાદી પાસે લીધા રૂપિયાSurat News । સુરત મનપામાં નાની વેડના ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો
એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો
હાર્ટ એટેક કે સ્ટ્રોક જ નહીં, હૃદયમાં થઈ શકે છે 10 પ્રકારના રોગ, તમે નામ પણ સાંભળ્યા નહીં હોય
હાર્ટ એટેક કે સ્ટ્રોક જ નહીં, હૃદયમાં થઈ શકે છે 10 પ્રકારના રોગ, તમે નામ પણ સાંભળ્યા નહીં હોય
RSS Review Meeting: UPમાં BJPના પ્રદર્શનથી RSS ચિંતિત, સમીક્ષા બેઠકમાં હારનું 'વાસ્તવિક' કારણ બહાર આવ્યું
RSS Review Meeting: UPમાં BJPના પ્રદર્શનથી RSS ચિંતિત, સમીક્ષા બેઠકમાં હારનું 'વાસ્તવિક' કારણ બહાર આવ્યું
Rain in Gujarat: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મેઘમહેર, સૌથી વધુ ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો
Rain in Gujarat: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મેઘમહેર, સૌથી વધુ ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો
પેરાસિટામોલ સહિતની 52 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ, એસિડિટીથી લઈને દુખાવા સુધીની દવાઓ છે સામેલ
પેરાસિટામોલ સહિતની 52 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ, એસિડિટીથી લઈને દુખાવા સુધીની દવાઓ છે સામેલ
Embed widget