શોધખોળ કરો

IPL 2022: વિરાટ કોહલી ફરીથી RCBની કેપ્ટનશીપ સંભાળી શકે છે, ફ્રેન્ચાઇઝીના અધ્યક્ષે આપ્યું મોટું નિવેદન

RCBના અધ્યક્ષ પ્રથમેશ મિશ્રાએ આ તમામ અહેવાલો પર સ્પષ્ટતા કરતા કહ્યું કે જો વિરાટ કોહલી કેપ્ટનશીપ માટે સંમત થશે તો તે RCB માટે કેપ્ટન રહેશે.

Virat Kohli: વિરાટ કોહલી ફરી એકવાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની કેપ્ટનશીપ સંભાળતો જોવા મળી શકે છે. જો RCBના અધ્યક્ષની વાત માનવામાં આવે તો કોહલી ઈન્ડિયન પ્રીમિયર લીગ-2022માં ટીમનું નેતૃત્વ કરી શકે છે. અગાઉ એવી ચર્ચા હતી કે શ્રેયસ અય્યર અથવા ગ્લેન મેક્સવેલને RCBનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. તે જ સમયે, કેટલાક અહેવાલો હતા જેમાં કોહલીને ફરીથી ટીમનો કેપ્ટન બનાવવાની વાત થઈ હતી.

RCB અધ્યક્ષે કહ્યું, 'વિરાટ કોહલીએ ઘણી યાદગાર સિઝનમાં ટીમનું નેતૃત્વ કર્યું છે. તેમના નેતૃત્વમાં ટીમે ઘણી મેચ જીતી હતી. અમે તેને કેપ્ટન તરીકે રાખવાનું પસંદ કરી શકીએ છીએ. અમે તેને સુકાનીપદ પરત લેવા માટે મનાવવાનો પ્રયાસ કરીશું. તમને જણાવી દઈએ કે IPL-2022ની મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાશે. કોહલીની વાત કરીએ તો તેણે ગયા વર્ષે RCBની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી.

RCBના અધ્યક્ષ પ્રથમેશ મિશ્રાએ આ તમામ અહેવાલો પર સ્પષ્ટતા કરતા કહ્યું કે જો વિરાટ કોહલી કેપ્ટનશીપ માટે સંમત થશે તો તે RCB માટે કેપ્ટન રહેશે. અન્યથા અમારે હરાજી દ્વારા કેપ્ટનને શોધવા પડશે. વિરાટ કોહલીએ 2013માં RCBની કપ્તાની સંભાળી હતી. કોહલીએ 8 સીઝનમાં RCBની કેપ્ટનશીપ કરી હતી. પરંતુ તે ટીમને એક વખત પણ ટ્રોફી અપાવી શક્યો ન હતો. તેના નેતૃત્વમાં ટીમ છેલ્લી આઈપીએલમાં એલિમિનેટર મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારીને બહાર થઈ ગઈ હતી.

140 મેચોમાં કેપ્ટનશીપ

વિરાટ કોહલીએ IPLની 140 મેચોમાં કેપ્ટનશિપ કરી હતી, જેમાં RCBએ 66માં જીત મેળવી છે અને 70 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. વિરાટની કપ્તાનીમાં RCBએ 2015, 2020 અને 2021માં પ્લેઓફમાં સ્થાન મેળવવામાં સફળ રહી હતી. કોહલીની આગેવાની હેઠળ RCBનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2016માં આવ્યું હતું જ્યારે ટીમને IPLના ઈતિહાસમાં ત્રીજી વખત રનર્સ-અપથી સમાધાન કરવું પડ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર

Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા

Embed widget