KKR New Captain, IPL 2023: KKRને મળ્યો નવો કેપ્ટન, અય્યરનું સ્થાન લેશે આ બેટ્સમેન
સ્ટાર બેટ્સમેન નીતિશ રાણા IPLની 16મી સીઝનમાં KKRની કમાન સંભાળતા જોવા મળશે.
કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલની 16મી સીઝન માટે નવા કેપ્ટનની જાહેરાત કરી છે. સ્ટાર બેટ્સમેન નીતિશ રાણા IPLની 16મી સીઝનમાં KKRની કમાન સંભાળતા જોવા મળશે. શ્રેયસ અય્યરના સ્થાને નીતિશ રાણાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઈજાના કારણે અય્યર IPLની 16મી સિઝનનો ભાગ બની શકશે નહીં.
નીતિશ રાણા 2018 થી KKR સાથે જોડાયેલા છે. જો કે અગાઉ KKRના નવા કેપ્ટન તરીકે શાર્દુલ ઠાકુર, નરેન અને રસેલના નામ પણ સામે આવી રહ્યા હતા. પરંતુ ફ્રેન્ચાઇઝીએ ભારતીય બેટ્સમેનમાં વિશ્વાસ વ્યક્ત કરતા તેને કેપ્ટનશિપની જવાબદારી સોંપી છે. આ પહેલીવાર હશે જ્યારે રાણા IPLમાં કોઈ ટીમની આગેવાની કરતો જોવા મળશે.
આઈપીએલમાં રાણાનો બેટ્સમેન તરીકેનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. નીતિશ રાણાએ 2016માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કર્યું હતું. પોતાની બીજી સિઝનમાં જ રાણાએ 300થી વધુ રન બનાવીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જો કે, 2018ની મેગા ઓક્શન પહેલા KKRએ નીતિશ રાણાને સાઈન કર્યા હતા. ત્યારથી, રાણાએ ફ્રેન્ચાઇઝી માટે પાંચ સીઝન રમી છે. બેટ્સમેન નીતિશ રાણા IPLની 16મી સીઝનમાં KKRની કમાન સંભાળતા જોવા મળશે.
ટીમની કમાન કેમ મળી
રાણાના અત્યાર સુધીના રેકોર્ડની વાત કરીએ તો તેણે 91 મેચમાં 28ની એવરેજથી 2181 રન બનાવ્યા છે. રાણાએ આઈપીએલમાં 15 અડધી સદી પણ ફટકારી છે. જોકે, ટોપ ઓર્ડરમાં રમવા છતાં નીતિશે હજુ સુધી આઈપીએલમાં સદી ફટકારી નથી. વર્ષ 2021માં, નીતિશ રાણાને શ્રીલંકાના પ્રવાસ પર ટીમ ઈન્ડિયા માટે ODI અને T20 ડેબ્યૂ કરવાની તક પણ મળી.
MI vs DC Final: મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમે ઈતિહાસ રચ્યો, WPLનો પ્રથમ ખિતાબ પોતાના નામે કર્યો
મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ઈતિહાસ રચતા WPLનું પ્રથમ ટાઈટલ જીત્યું હતું અને ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી હરાવ્યું હતું. મુંબઈએ 19.3 ઓવરમાં 132 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો જેમાં નેટ સિવર-બ્રન્ટે અણનમ 60 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન હરમનપ્રીતે 37 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.
મુંબઈ ઈન્ડિયન્સે વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનનું ટાઈટલ જીતી લીધું છે. હરમનપ્રીત કૌરની ટીમને ફાઇનલમાં જીતવા માટે 132 રનનો ટાર્ગેટ મળ્યો હતો. નેટ સીવર બ્રન્ટની શાનદાર બેટિંગના કારણે મુંબઈ ઈન્ડિયન્સે 19.3 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.