Ishan Kishan Half Century: કિશનની કમાલ, ટીમ ઈન્ડિયા માટે સંકટમોચક બન્યો ઈશાન કિશન, વનડેમાં સતત ચોથી અડધી સદી
ભારતીય ટીમના ટોચના બેટ્સમેનોના નિરાશાજનક પ્રદર્શન બાદ ઈશાન કિશને ટીમ ઈન્ડિયા માટે સંકટમોચકની ભૂમિકા ભજવી રહ્યો છે.
Ishan Kishan Half Century Agianst Pakistan: ભારતીય ટીમના ટોચના બેટ્સમેનોના નિરાશાજનક પ્રદર્શન બાદ ઈશાન કિશને ટીમ ઈન્ડિયા માટે સંકટમોચકની ભૂમિકા ભજવી રહ્યો છે. ઈશાન કિશને ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સને સંભાળી છે. ઈશાન કિશને વનડેમાં સતત ચોથી અડધી સદી પૂરી કરી હોવાથી તે હાર્દિક પંડ્યા સાથે મળીને સ્કોરને આગળ લઈ જઈ રહ્યો છે. ઈશાનની વનડે કારકિર્દીની આ 7મી અડધી સદી છે. ઈશાન જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમ ઈન્ડિયાએ 48ના સ્કોર પર પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી. ઈશાન આ મેચમાં પાંચમા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો છે.
ઈશાન કિશને એક છેડેથી રન બનાવવાની ગતિને ઝડપી રાખીને પાકિસ્તાની બોલરોને તેના પર દબાણ આવવા દીધું ન હતું. આ દરમિયાન 66ના સ્કોર પર ભારતીય ટીમને ચોથો ઝટકો શુભમન ગિલના રૂપમાં લાગ્યો હતો. અહીંથી કિશને વાઇસ-કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે મળીને સ્કોર 180 રનથી આગળ લઈ જઈ દબાણ ઓછું કર્યું હતું.
પાકિસ્તાન સામેની આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી શાહીન આફ્રિદીએ રોહિત શર્મા અને વિરાટ કોહલીના રૂપમાં ભારતીય ટીમને 2 મોટા ઝટકા આપ્યા હતા. આ પછી બેટિંગ કરવા ઉતરેલ શ્રેયસ અય્યર પણ માત્ર 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
ઈશાન કિશનનું વર્ષ 2023માં ODIમાં શાનદાર પ્રદર્શન
એશિયા કપ 2023માં ઈશાન કિશન પાસે ટીમ ઈન્ડિયાનો પ્રથમ પસંદગીનો વિકેટ કીપર બેટ્સમેન બનવાની શાનદાર તક છે. આ ટૂર્નામેન્ટમાં પ્રવેશતા પહેલા ઈશાને વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણીની ત્રણેય મેચોમાં અડધી સદી ફટકારી હતી, પરંતુ તે તમામમાં ઓપનર બેટ્સમેન તરીકે જોવા મળ્યો હતો. ઈશાન તેની ODI કારકિર્દીમાં પ્રથમ વખત નંબર-5 પોઝિશન પર બેટિંગ કરવા ઉતર્યો છે. અગાઉ તે ટીમ માટે નંબર-3 અને 4 રમી ચૂક્યો છે.
બિહારના લાલ ઈશાન કિશને પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં કમાલ કર્યો છે. ઈશાન કિશન પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયા માટે સંકટમોચક બન્યો હતો. તેને 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી શાનદાર ફિફ્ટી ફટકારી હતી. વનડેમાં આ તેની સતત ચોથી અડધી સદી છે.
https://t.me/abpasmitaofficial