NZ vs BAN: માર્ટિન ગપ્ટિલે રચ્યો ઈતિહાસ, ન્યૂઝિલેન્ડ તરફથી ટી20માં આ કારનામું કરનારો બીજો ખેલાડી બન્યો
આ પહેલા કીવી ટીમ તરફથી માત્ર રોસ ટેલર (Ross taylor)આ કારનામું કરી શક્યો હતો. ગપ્ટિલે પોતાની 100માં મેચમાં 27 બોલમાં 35 રનની ઈનિંગ રમી હતી.
NZ vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ ટી20 મેચ (New Zealand vs Bangladesh) માટે મેદાનમાં ઉતરતાની સાથે જ માર્ટિગ ગપ્ટિલે (Martin Guptill) ઈતિહાસ રચી દીધો છે. ગપ્ટિલ ન્યૂઝિલેન્ડ(New Zealand ) તરફથી 100 ટી 20 મેચ રમનાર બીજો ખેલાડી બની ગયો છે. આ સાથે 100 ટી 20 રમવા મામલે ગપ્ટિલ દુનિયાનો પાંચમો બેટ્સમેન છે.
આ પહેલા કીવી ટીમ તરફથી માત્ર રોસ ટેલર (Ross taylor)આ કારનામું કરી શક્યો હતો. ગપ્ટિલે પોતાની 100માં મેચમાં 27 બોલમાં 35 રનની ઈનિંગ રમી હતી. જ્યારે ડેવોન કોન્વે (Devon Conway) એ તોફાની બેટિંગ કરતા 92 રન બનાવ્યા હતા. ન્યૂઝિલેન્ડે બાંગ્લાદેશને 66 રનથી બહરાવ્યું હતું.
ન્યુઝીલેન્ડ(New Zealand ) માટે ક્રિકેટની સૌથી નાની ફોર્મેટમાં ગુપ્ટિલનું પ્રદર્શન ખૂબ પ્રભાવશાળી રહ્યું છે. તેણે આ મેચમાં 35 રનની ઇનિંગ્સ સાથે બીજો મોટો રેકોર્ડ બનાવ્યો છે. ગુપ્ટિલે રોહિત શર્મા (Rohit sharma)ને પાછળ છોડી દીધો છે, જે ટી 20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવા મામલે બીજા નંબરે પહોંચી ગયો છે. આ લિસ્ટમાં પ્રથમ નંબરે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી છે. જેમના નામે 3 હજારથી વધુ રન નોંધાયા છે. ગુપ્ટિને 2009માં ન્યુઝિલેન્ડ તરફથી ટી 20 માં ડેબ્યૂ કર્યું હતું.
ગુપ્ટિલ ટી20 ક્રિકેટમાં બે વખત સદી ફટકારી ચૂક્યો છે. તેની સાથે જ તે 17 અડધી સદી પણ નોંધાવી ચૂક્યો છે. બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે પહેલા બેટિંગ કરતા ત્રણ વિકેટના નુકસાન પર 2010 રન બનાવ્યા હતા. તેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 144 રન જ બનાવી શકી હતી.