Rishabh Pant : ના હવામાં કે ના રોડ પર નડ્યો સહેજ પણ ટ્રાફિક, 'ખાસ રસ્તે'થી ઋષભ પંતને લવાયો મુંબઈ
અગાઉ બીસીસીઆઈ સચિવ જય શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બીસીસીઆઈએ ઋષભને મુંબઈ શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે અને હવે આગળની સારવાર સંપૂર્ણ રીતે બોર્ડની દેખરેખ હેઠળ કરવામાં આવશે.
Pant Shift Kokilaben Ambani Hospital : ટીમ ઈન્ડિયાના ઝંઝાવાતી બેટ્સમેન અને વિકેટકીપર ઋષભ પંતની કાર અકસ્માત બાદ સારવાર ચાલી રહી છે અને BCCIના નિર્ણય બાદ તેને આજે સાંજે દેહરાદૂનથી મુંબઈ શિફ્ટ કરવામાં આવ્યો છે. અહીં સ્ટાર ક્રિકેટર BCCI મેડિકલ ટીમની દેખરેખમાં રહેશે અને આગળની સારવાર કરવામાં આવશે.
BCCIએ ઋષભ પંતને દેહરાદૂનથી મુંબઈ શિફ્ટ કરવા માટે મોટી તૈયારીઓ કરી હતી. અગાઉ બીસીસીઆઈ સચિવ જય શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બીસીસીઆઈએ ઋષભને મુંબઈ શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે અને હવે આગળની સારવાર સંપૂર્ણ રીતે બોર્ડની દેખરેખ હેઠળ કરવામાં આવશે.
ઋષભ પંતને શિફ્ટ કરવા માટે ખાસ એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. અત્યાર સુધી ઋષભની સારવાર દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ચાલી રહી હતી, પરંતુ હવે તેને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં ખસેડવામાં આવ્યો છે. એર એમ્બ્યુલન્સ દ્વારા જ ઋષભને દેહરાદૂનથી મુંબઈ લાવવામાં આવ્યો હતો.
અહીં એરપોર્ટથી હોસ્પિટલ સુધી ઋષભ પંત માટે ખાસ ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઋષભ પંત બુધવારે મોડી સાંજે હોસ્પિટલ પહોંચ્યો હતો અને હવે આગળની સારવાર અહીં જ કરવામાં આવશે. થોડા દિવસો મુંબઈમાં રાખ્યા બાદ ઋષભ પંતને વધુ સારવાર માટે અમેરિકા અથવા ઈંગ્લેન્ડ પણ મોકલવામાં આવે તેવી પણ શક્યતા છે.
DDCAએ આપ્યું હતું નિવેદન
દિલ્હી એન્ડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશિએશન (DDCA)ના અધ્યક્ષ શ્યામ શર્મા અનુસાર, ક્રિકેટ ઋષભ પંતને આગળની સારવાર માટે મુંબઇ શિફ્ટ કરવામાં આવશે. તેઓ પંતને મળવા દહેરાદૂન પણ ગયા હતા. ખરેખરમાં લિંગામેન્ટ એક પ્રકારનું ફાયબર હોય છે જે હાડકાંને જોડવાનુ કામ કરે છે. જો તેમાં થયેલી ઇજા ઉંડી હોય છે, તો રુઝ આવવામાં સમય લાગી જાય છે. હાલમાં ડીડીસીએ અને બીસીસીઆઇ ઋષભ પંતની ઇજાની ગંભીરતા પર નજર રાખી રહ્યું છે.
જ્યારે શ્યામ શર્મા પંતને તેના ખબરઅંતર પૂછવા પહોચ્યા ત્યારે અકસ્માત કેવી રીતે થયો? તેના વિશે પણ વાત કરી હતી. તેના પર પંતે ખુલાસો કર્યો કે ખાડો સામે આવી જતા તેનાથી બચવા માટે આ અકસ્માત થયો હતો. વાસ્તવમાં શ્યામ શર્માને પૂછવામાં આવ્યું હતું કે પંતે અકસ્માતનું શું કારણ આપ્યું? જેના પર ડીડીસીએના ડિરેક્ટરે એજન્સીને કહ્યું હતું કે 'રાતનો સમય હતો... રસ્તા પર ખાડો આવી જતા તેનાથી બચવાના પ્રયાસમાં આ થયું'.