શોધખોળ કરો

Rohit Sharma: ક્રિસ ગેઈલનો સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ તોડવા માગે છે રોહિત શર્મા, પાક સામે મેચ પહેલા આપ્યુ મોટુ નિવેદન 

વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ઓપનર ક્રિસ ગેઈલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે. પરંતુ હવે ભારતીય કેપ્ટન રોહિત શર્માની નજર ક્રિસ ગેઈલના રેકોર્ડ પર છે.

Rohit Sharma On Chris Gayle Most Sixes Record: વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ઓપનર ક્રિસ ગેઈલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે. પરંતુ હવે ભારતીય કેપ્ટન રોહિત શર્માની નજર ક્રિસ ગેઈલના રેકોર્ડ પર છે. રોહિત શર્માએ કહ્યું કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્રિસ ગેઈલના સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ તોડવા માંગે છે. સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ વિમલ કુમાર સાથે વાત કરતા રોહિત શર્માએ કહ્યું કે હું સિક્સરની બાબતમાં ક્રિસ ગેઈલને પાછળ છોડવા માંગુ છું.

ક્રિસ ગેઈલના રેકોર્ડ પર રોહિત શર્માએ શું કહ્યું...

યુનિવર્સ બોસ તરીકે પ્રખ્યાત ક્રિસ ગેઈલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્રિસ ગેઈલના નામે 553 છગ્ગા છે. આ સાથે જ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 539 સિક્સર ફટકારી છે. આ રીતે રોહિત શર્મા યુનિવર્સ બોસના રેકોર્ડથી માત્ર 14 સિક્સર દૂર છે. સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ વિમલ કુમાર સાથે વાત કરતા રોહિત શર્માએ કહ્યું કે જ્યારે હું નાનો હતો ત્યારે કોચે મને સિક્સર મારવા માટે ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા. તેણે કહ્યું કે હું ક્રિસ ગેઈલ જેવો શક્તિશાળી વ્યક્તિ નથી, જે બોલને સરળતાથી બાઉન્ડ્રી પાર મોકલી શકે.

સિક્સર મારવા માટે સૌથી મહત્વનું શું છે...

રોહિત શર્માએ કહ્યું કે જ્યારે મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારે મને કહેવામાં આવ્યું કે ક્રિકેટમાં ટાઇમિંગ સૌથી મહત્વપૂર્ણ છે. તેણે કહ્યું કે જુનિયર સ્તરે શીખવવામાં આવ્યું હતું કે તમે હવામાં મોટા શોટ રમી શકો છો, પરંતુ આ માટે તમારું માથું સ્થિર હોવું જરૂરી છે. આ સિવાય  બને તેટલું તમારે તમારા શરીરની નજીક બોલ રમવો જોઈએ. ભારતીય ટીમ એશિયા કપમાં પાકિસ્તાન સામે સુપર-4 રાઉન્ડમાં 10 સપ્ટેમ્બરે મેદાનમાં ઉતરશે. સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાન ઉપરાંત ભારતીય ટીમ શ્રીલંકા અને બાંગ્લાદેશ સામે રમશે.  એશિયા કપની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે.

શ્રીલંકામાં રમાઈ રહેલી એશિયા કપની મેચો રમત કરતાં વધુ વરસાદને કારણે ચર્ચામાં છે. એવી કોઈ મેચ નથી થઈ રહી જેમાં વરસાદને કારણે કોઈ ખલેલ ન પડી હોય. આ દરમિયાન એશિયા કપ ફાઈનલને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફાઈનલ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો વરસાદને કારણે ફાઈનલ મેચ પૂર્ણ નહીં થાય તો બંને ટીમોને વિજેતા જાહેર કરવામાં આવશે અને ટ્રોફી શેર કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
Embed widget