શોધખોળ કરો

Women T20 WC: ટીમ ઈન્ડિયાએ આયરલેન્ડને આપ્યો 156 રનનો ટાર્ગેટ, સ્મૃતિ મંધાનાની 87 રનની શાનદાર ઈનિંગ

મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે.  ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટે 155 રન બનાવ્યા હતા.

India Women vs Ireland Women, Smirti Mandhana: મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે.  ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટે 155 રન બનાવ્યા હતા. આ રીતે આયર્લેન્ડ સામે મેચ જીતવા માટે 156 રનનો ટાર્ગેટ છે. ભારત તરફથી ઓપનર સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. આ ખેલાડીએ 56 બોલમાં 87 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. તે જ સમયે ઓપનર શેફાલી વર્માએ 29 બોલમાં 24 રન બનાવ્યા હતા.

ટોસ જીત્યા બાદ ભારતીય ટીમની ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ પ્રથમ વિકેટ માટે 9.3 ઓવરમાં 62 રન જોડ્યા હતા. ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો 115 રનના કુલ સ્કોર પર લાગ્યો, જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌર આઉટ થઈ ગઈ. હરમનપ્રીત કૌરે 20 બોલમાં 13 રન બનાવ્યા હતા. આ સિવાય રિચા ઘોષ પણ કોઈ રન બનાવ્યા વગર પેવેલિયન પરત ફરી હતી. આયર્લેન્ડના બોલરોની વાત કરીએ તો લૌરા ડેલનીએ શાનદાર બોલિંગ કરી હતી.

લૌરા ડેલાનીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી

લૌરા ડેલાનીએ 4 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ લીધી હતી. જણાવી દઈએ કે ભારત અને આયર્લેન્ડ વચ્ચે ગ્રુપ-બીની આ મેચ સેન્ટ જ્યોર્જ પાર્ક કાગેબેહારામાં રમાઈ રહી છે. ભારતીય ટીમે સેમીફાઈનલની પોતાની આશા જીવંત રાખવા માટે કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે. ટીમ ઈન્ડિયાને છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડ સામે 11 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ હવે 2 મેચ જીતી છે, જ્યારે ઈંગ્લેન્ડ સામેની મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે ભારતીય ટીમના 3 મેચમાં 4 પોઈન્ટ છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget